Get The App

વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે

Updated: Mar 29th, 2025


Google News
Google News
વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે 1 - image


Hit And Run in Vadodara: વડોદરાના વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરી ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જયારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના 27, માર્ચના રોજ બની છે, જેમાં શુક્રવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. 

આ પણ વાંચો: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાના ડેટાના અભાવે યોગ્ય લોકો લાભથી વંચિત, સરકારની લાલિયાવાડી

અકસ્માતની ઘટના CCTVમાં કેદ થતા તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ ઘટના મામલે મૃતક કાવ્યાના પિતા  દુબઇ રહેતા હોય ઘટનાની જાણ કરાઇ છે. હિટ એન્ડ રનના બનાવોની વણઝારો બાદ પણ વાહનોની સ્પીડ ઘટી રહી નથી.

Tags :