Get The App

વડોદરામાં હિટ એન્ડ રન: સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું, એકનું મોત

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં હિટ એન્ડ રન: સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું, એકનું મોત 1 - image


Hit and Run in Vadodara: વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે (નવમી જૂન) મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે, સ્કોર્પિયો કાર અકસ્માત બાદ પલટી ગઈ હતી.

વડોદરામાં હિટ એન્ડ રન

મળતી માહિતી અનુસાર, શહેરના સમા રોડ પર આવેલ ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બીપીન જેરામભાઈ પ્રજાપતીએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 'ગતરાત્રે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા એક મિત્રનો મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો કે, તમે તાત્કાલીક પ્રિત પાર્ટી પ્લોટની બાજુમા આવી જાઓ, તમારા સાળા વિપુલભાઇ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિત સવાણી અમારી ગાડી લઇને પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા.જ્યાં મારા સાળા વિપુલ અને તેમની પત્ની શિલ્પાને સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી અને કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયા હતા.આ શિલ્પાબેનનું મોત થયું હતું અને તેમના પતિ વિપુલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતા સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા. કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, જેથી અકસ્માત બાદ કાર હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. 


Google NewsGoogle News