રાજકોટમાં હિસ્ટ્રીશીટરની હત્યા તેની પત્નીના પ્રેમીએ જ કરી હતી
મુખ્ય આરોપી અને તેના મિત્રની ધરપકડ
પથ્થરના ઘા ઝીંકી આરોપીઓએ મૃતકને પતાવી દીધો, આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં ખૂલ્યા પ્રમાણે ગઇકાલે સાંજે ચારેક વાગ્યે
હત્યાનો ભોગ બનનાર મુકેશની પત્ની શોભના પ્રેમી સાગરની રિક્ષામાં ઘરે આવતા મુકેશે
તેને બીજુ ઘર કર્યું છે તો અહીં શું કામ આવી કહી મારવા દોડતા શોભના ભાગી ગઇ હતી.
ત્યાર પછી મુકેશ અને સાગર ઉપરાંત પરિવારના અન્ય સભ્યો શોભનાને શોધવા સાથે નીકળ્યા
હતા.
પરંતુ શોભના નહીં મળતાં પરિવારના બીજા સભ્યો ઘરે આવતા રહ્યા
હતા. જ્યારે સાગર અને મુકેશ સાગરની જ રિક્ષામાં ત્યાંથી રવાના થયા બાદ સાગરે મિત્ર
સંજય સાથે મળી આજી ડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મુકેશની માથા અને જડબાના ભાગે
પથ્થરોના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
ઘરેથી નીકળતા પહેલા મુકેશ સંબંધી અર્જુનભાઈનો ફોન લઇ ગયો
હતો. જેથી તેના પુત્ર સાહીલે તે નંબર પર કોલ કરતાં સાગરે ફોન ઉપાડયો હતો અને
સાહીલને કહ્યું કે તારા પપ્પાને મેં મારીને અમુલ સર્કલ પાસે નાખી દીધા છે.
ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો.
આ વાતની જાણ થતાં જ મુકેશના પરિવારના સભ્યો અમુલ સર્કલે
પહોંચ્યા હતા ત્યારે ત્યાં લોકોના ટોળા વચ્ચે મુકેશની લાશ પડી હતી. થોરાળા પોલીસે
મુકેશના ભાઈ રામજીભાઈ (રહે. પેઢલા તા. જેતપુર)ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો
હતો. જેના આધારે એલસીબી ઝોન-૨ના સ્ટાફે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું કે હત્યાનો ભોગ બનનાર મુકેશ વિરૃધ્ધ મર્ડર, દારૃ, ચોરી, લૂંટ, પોલીસ પર હુમલા
સહિતના ગુના નોંધાયા હતા. જ્યારે આરોપી સાગર પણ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના
વિરૃધ્ધ પણ અપહરણ, દુષ્કર્મ, દારૃ પીવાના, દારૃના કબ્જા
સહિતના ગુના નોંધાયેલા છે. આરોપી સાગર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. મુકેશ તેની
પત્નીના પ્રેમ સંબંધમાં આડખીલીરૃપ બનતો હોવાથી પત્નીના પ્રેમી સાગરે તેની હત્યા
નિપજાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કારણથી બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા
સમયથી ઝઘડા પણ થતાં હતાં.