ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર ભાઈબીજ શા માટે ઉજવાય છે, જાણો રોચક કથા

ભાઈબીજનો તહેવાર દિવાળીના બરાબર ત્રણ દિવસ પછી ઉજવવામાં આવે છે

રક્ષાબંધનની જેમ જ ભાઈબીજ ભાઈ-બહેનના પ્રેમનું પર્વ છે

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર ભાઈબીજ શા માટે ઉજવાય છે, જાણો રોચક કથા 1 - image


Bhai Beej 2023: ભાઈબીજનો તહેવાર દિવાળીના બરાબર ત્રણ દિવસ પછી ઉજવવામાં આવે છે. ભાઈ બીજના દિવસે, બહેનો તેમના ભાઈઓને તિલક કરીને રક્ષા બાંધે છે. આ પછી, તે તેના ભાઈને મીઠાઈ ખવડાવે છે અને તેને નારિયેળ આપીને ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ બહેનો પોતાના ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરે છે અને વ્રત પણ રાખે છે.

દિવાળી ઉપરાંત ભાઈબીજનું પણ છે અનેરું મહત્ત્વ 

દિવાળીની સાથે સાથે, ભાઈબીજનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈબીજ અલગ-અલગ સ્થળોએ ઉજવવા માટે અલગ-અલગ માન્યતાઓ છે.  જ્યારે ઉત્તર ભારતમાં, બહેનો તેમના ભાઈઓને ભેટ તરીકે તિલક અને અક્ષત લગાવે છે, જ્યારે પૂર્વ ભારતમાં, શંખ ફૂંક્યા પછી તિલક લગાવીને કંઈપણ ભેટ આપવાની પરંપરા છે.  આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે અને ભાઈને ભોજન કરાવ્યા પછી જ ઉપવાસ તોડે છે.

ભાઈબીજ શા માટે ઉજવવામાં આવે છે?

ભાઈબીજ પર તિલક લગાવ્યા પછી ભાઈને જમાડવાની ધાર્મિક માન્યતા છે.  એવું કહેવાય છે કે જે બહેન સંપૂર્ણ ભક્તિ અને આદર સાથે તિલક કરે અને ભોજન કરાવે છે અને જે ભાઈ પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભાઈ તેની બહેનના ઘરે જઈને ભોજન કરે તો તેને અકાળ મૃત્યુથી બચાવી શકાય છે. તેમજ ભાઈબીજની ઉજવણી કરવાથી બહેન અને ભાઈને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધન પ્રાપ્ત થાય છે.

ભાઇબીજની પૌરાણિક કથા

સ્કંદપુરાણની કથા અનુસાર, ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંગ્યાને બે બાળકો હતા, પુત્ર યમરાજ અને પુત્રી યમુના. યમરાજા પાપીઓને સજા આપતા હતા. યમુનાજી હૃદયના શુદ્ધ હતા અને તેઓ ગોલોકમાં રહેતા હતા. તેમને લોકોની તકલીફો જોઈને દુઃખ થતું હતુ. એકવાર યમુનાજી એ યમરાજાને જમવા માટે આમંત્રણ આપ્યું પરંતુ યમરાજા આવ્યા નહિ, આવું બે ત્રણ વાર થયું એટલે યમુનાજીએ નારાજ થઇને પૂછ્યું કે આટલી વાર નોતરું આપવા છતાં પણ જમવા કેમ નથી આવતા. ત્યારે યમરાજ કહ્યું કે મારી ગેરહાજરીમાં નર્કની સંભાળ કોણ રાખે? તેથી એક દિવસ જ્યારે બહેન યમુનાએ ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે બોલાવ્યા ત્યારે યમરાજાએ તેની બહેનના ઘરે જતા પહેલા નર્કવાસીઓને મુક્ત કર્યા હતા. એ દિવસ હતો કારતક સુદ બીજનો દિવસ એટલે કે ભાઈ બીજનો દિવસ. આથી અ દિવસે યમરાજા બહેનાના ઘરે જમીનને એવું વચન આપ્યું કે આ દિવસે બહેનના ઘરે જમવાથી ક્યારેય નરકનો દ્વાર નહિ જોવો પડે. 

અન્ય એક વાર્તા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ રાક્ષસ નરકાસુરને હરાવીને તેમની બહેન સુભદ્રાને મળવા ગયા, ત્યારથી આ દિવસ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સુભદ્રાની જેમ કપાળ પર તિલક લગાવીને ભાઈનું સન્માન કરવાથી ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધે છે. આ દિવસે એવી પણ માન્યતા છે કે ભાઈ-બહેનો સાથે મળીને યમુનામાં સ્નાન કરે છે. આ દિવસે, જો તમે તમારા પાપો માટે નિષ્ઠાપૂર્વક ક્ષમા માગો છો, તો યમરાજ પણ તમને માફ કરી દે છે.

ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર ભાઈબીજ શા માટે ઉજવાય છે, જાણો રોચક કથા 2 - image


Google NewsGoogle News