Get The App

તાલાલા પંથકમાં ધોધમાર વરસાદથી હિરણ અને સરસ્વતી નદીમાં પૂર, વાડલા ગીર ગામ વિખુટું પડયું

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
તાલાલા પંથકમાં ધોધમાર વરસાદથી હિરણ અને સરસ્વતી નદીમાં પૂર, વાડલા ગીર ગામ વિખુટું પડયું 1 - image


Rain in Saurashtra : તાલાલા શહેરના તથા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી અવિરત વરસાદ વરસી પડયો હતો, જે સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીરના જંગલમાં વધુ અને વ્યાપક વરસાદથી તાલાલા શહેર સહિત તાલાલા પંથકનાં મોટાભાગના નદી નાળા છલકાઈ ગયા છે. તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી તથા માધુપુર ગીર ગામમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ઘોડાપુર આવતા પુર જોવા લોકોનો પ્રવાહ નદી તરફ ઉમટયો હતો.

તાલાલા તાલુકાનું ગીરના જંગલમાં આવેલ વાડલા ગીર ગામ વિખુટું પડી ગયું છે. આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામ વચ્ચે આવેલ મોટા વોંકળાના બેઠા પુલમાં પુરના પાણી ફરી વળતા અવરજવર સંપૂર્મ બંધ થઈ છે.

આ દરમિયાન આંકોલવાડી ગીરથી વાડલા ગીર ગામે મોટરસાયકલ ઉપર જતા સુનિલ મહિડા ઉ.વ. 23વોંકળામાંથી પસાર થતો હતો, આ દરમ્યાન પૂરના પાણીનો પ્રવાહ અચાનક વધી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. કાંઠે ઉભેલા લોકોએ માંડ માંડ સુનિલને બચાવ્યો, પરંતુ મોટરસાયકલ પુરમાં તણાઈ ગઈ હતી. 

ગીરના જંગલમાં અવિરત ભારે વરસાદથી તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. સાંજે 6 સુધીમાં ડેમ 27 ફુટ ભરાયો છે. જે ડેમની કુલ ક્ષમતા કરતા 45  ટકા પાણીનો જથ્થો થાય છે. 


Google NewsGoogle News