હિંદુ મહાસભા દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરશે
વીર સાવરકર પર ટિપ્પણીને લઈને અખિલ ભારતીય હિંદુ મહાસભાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધી વારંવાર સ્વતંત્રતા સેનાની વીર સાવરકરનું અપમાન કરે છે
નવી દિલ્હી,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર
વીર સાવરકર પર ટિપ્પણીને લઈને અખિલ ભારતીય હિંદુ મહાસભાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન" કરવા બદલ કોંગ્રેસ નેતાની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. 19 નવેમ્બરે પીએમ મોદીને લખેલા પત્રમાં ચક્રપાણીએ માહિતી આપી હતી કે, હિંદુ મહાસભાએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરનાર અંગ્રેજ એલન ઓક્ટાવિયન હ્યુમ અને તેના નેતા રાહુલ ગાંધી વારંવાર સ્વતંત્રતા સેનાની વીર સાવરકરનું અપમાન કરે છે.
26 ફેબ્રુઆરી 2023 વીર સાવરકરની પુણ્યતિથિના અવસર પર હિંદુ મહાસભાએ દિલ્હીના 24 અકબર રોડ પર કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય
રાહુલ ગાંધી માનસિક રીતે બીમાર છે અને તેમને આગ્રામાં માનસિક સારવારની જરૂર છે. જો તે અંગ્રેજોના કહેવાથી ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરી રહ્યો હોય તો તે પણ ગુનો છે. આ માટે સરકારે રાહુલ ગાંધીની તમામ રાજકીય ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'આવતી 26 ફેબ્રુઆરીએ વીર સાવરકરની પુણ્યતિથિના અવસર પર હિંદુ મહાસભાએ દિલ્હીના 24 અકબર રોડ પર કોંગ્રેસના મુખ્યાલયની સામે વીર સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. હિન્દુ મહાસભાએ પીએમ મોદી અકબર રોડનું નામ બદલીને વીર સાવરકર રોડ રાખવા અને તેમને ભારત રત્નથી સન્માનિત કરવા પણ વિનંતી કરી હતી.