ચોંકાવનારો કિસ્સો: વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળતા દોડધામ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Snake in School Bag


Snake in School Bag: ચોમાસાની સિઝનમાં રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ વધી રહી છે. આ દરમિયાન હિંમતનગરના અમરાપુરમાં ટ્યુશનમાં ગયેલી વિદ્યાર્થિનીના બેગમાંથી 5 ફૂટ લાંબો સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના 2 ડેમ છલકાતા હાઈ એલર્ટ, જાણો રાજ્યમાં કેવી છે જળાશયોની સ્થિતિ


મળતી માહિતી અનુસાર, અમરાપુર સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ટ્યુશન માટે ગઈ હતી. આ દરમિયાન તેના બેગમાં અચાનક હલચલ જોવા મળી. તેણે બેગમાં ધ્યાનથી જોયું તો સાપની પૂંછડી જેવું લાગતાં ફટાફટ બેગ ફેંકીને બૂમાબૂમ શરૂ કર્યું હતું. વિદ્યાર્થિની બૂમો સાભળીને આસપાસનો લોકો લોકો દોડી આવ્યા હતા. બેગને ખાલી કરતાં ઝેરી સાપ નીકળ્યો હતો.

ઉલ્લખનીય છે કે, 16મી જુલાઈએ ‘વિશ્વ સાપ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 33 હજારથી વઘુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે. સાપ કરડવાના સૌથી વઘુ કેસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, 2019થી જૂન 2024 સુધી સાપ કરડવાના સૌથી વધુ 3012 કેસ વલસાડમાં નોંધાયા છે. જ્યારે ડાંગમાં 2186 સાથે બીજા સ્થાને છે. સર્પ દંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે. 

ચોંકાવનારો કિસ્સો: વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળતા દોડધામ 2 - image


Google NewsGoogle News