Get The App

જામનગરમાં ઉશ્કેરણીજનક ગીત-સંવાદનો વિવાદ, સાંસદ અને કોર્પોરેટરની ફરિયાદ રદની અરજી હાઈકોર્ટે ફગાવી

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
High Court


Jamnagar News : જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'સમૂહ શાદી'નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદની એન્ટ્રી વખતે બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત અને સંવાદને લઈને વિવાદ વકર્યો હતો. જેને લઈને સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જ્યારે ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યા હતા. જો કે, હાઈકોર્ટે આ મામલે અરજી રદ કરી હતી. 

29 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસે 'સમૂહ શાદી'નો કાર્યક્રમમાં સાંસદ ઈમરાન પ્રતાપગઢીની એન્ટ્રી વખતે બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત અને સંવાદને લઈને ફરિયાદ નોંધાય હતી. જ્યારે આ મામલે ફરિયાદ રદ કરાવવા માટે ઇમરાન પ્રતાપ ગઢી અને અલ્તાફ ખફીએ ગુજરાત હાઈકોર્ટની શરણે પહોંચ્યા હતા. સમગ્ર મામલાને લઈને આજે શુક્રવારે દલીલો બાદ હાઈકોર્ટે અરજી રદ કરી હતી. 

આ પણ વાંચો: હાપાના જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર ઘટનામાં જામનગર પોલીસે અલગ-અલગ વ્યક્તિના 7 જેટલા નિવેદનો લઈને હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પરથી ઓડિયો ક્લિપ અને વાઈરલ વીડિયો સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. 

શું છે સમગ્ર ઘટના?

જામનગરમાં 29 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'સમૂહ શાદી'નો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંસદ અને સ્થાનિક કોર્પોરેટરની કાર્યક્રમમાં એન્ટ્રી સમયે 'હૈ ખૂન કે પ્યાસો બાત સુનો..' ગીત વગાડ્યું હતું અને તેની વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વાંધા જનક અને ઉશ્કેરણીજનક ગીત સાથે વીડિયો વાઈરલ થતા સમગ્ર મામલો ગરમાયો હતો.

આ પણ વાંચો: Video: જામનગરમાં ઉશ્કેરણીજનક ગીત-સંવાદનો વિવાદ: સાંસદ અને કોર્પોરેટર સામે નોંધાયો ગુનો

જામનગરના એક આગેવાને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક સમાજની લાગણી દુભાય અને બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને વૈમનસ્ય ઊભુ થાય તેવી ભાષાનો પ્રયોગ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસે સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News