Get The App

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો, ગુજરાત હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી

હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દેતા જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે

જયસુખ પટેલને જામીન મેળવવા માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડશે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો, ગુજરાત હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી 1 - image


Morbi bridge collapse : ગુજરાત હાઈકોર્ટમાં આજે મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને ઝટકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. 

જયસુખ પટેલે નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી 

મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપી જયસુખ પટેલને મોટો ઝટકો લાગ્યો છે જેમાં જયસુખ પટેલે નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી જે હાઈકોર્ટે નામંજૂર કરી છે. ઓરેવાના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે તેમને યોગ્ય શરત પર નિયમિત જામીન અરજી આપવામાં આવે. હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દેતા જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે તેમજ હવે તેમને જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડશે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો, ગુજરાત હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી 2 - image


Google NewsGoogle News