Get The App

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી, કહ્યું આ પ્રોજેક્ટ નહીં અટકે

વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રોપ-વે બનાવવાની મંજૂરી મળી હતી

રોપ-વે બનાવવા પાછળ અંદાજે 20 કરોડનો ખર્ચ થશે

Updated: May 4th, 2023


Google NewsGoogle News
ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી, કહ્યું આ પ્રોજેક્ટ નહીં અટકે 1 - image
Image : Wikipedia

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે રોપ-વે બનાવવા પર રોક લગાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અટકશે નહીં.

આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે મંદિરના ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બનવાની સંભાવના રહેશે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે રોપ-વે બનાવવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ નથી. જો કે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

ચામુંડા મંદિરે રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે

ચામુંડા મંદિરે રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. આ રોપ-વેના બનાવવાથી શ્રદ્ધાળુઓને રોપ-વેની સુવિધાનો લાભ મળશે. ચોટીલામાં રોપ-વે બનાવવાની વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મંજૂરી મળી હતી. એ વખતે બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ મળતા પ્રોજેક્ટ અટવાયો હતો. હવે ડિસેમ્બર 2023માં ચોટીલા રોપ-વે શરૂ કરવાનું આયોજન છે. હાલ આબુની એક કંપની રોપ-વેનું બનાવી રહી છે.  ચોટીલાના ડુંગર પર આવેલા ચામુંડા મંદિર પર અંદાજે 600 કરતા પણ વધારે પગથિયા છે. આ મંદિરે રોપ-વે બનાવવા પાછળ અંદાજે 20 કરોડનો ખર્ચ થશે.


Google NewsGoogle News