રાજ્યમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો કરાયા એલર્ટ, પાંચ જિલ્લામાં હજારો લોકોનું સ્થળાંતર

વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News


રાજ્યમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો કરાયા એલર્ટ, પાંચ જિલ્લામાં હજારો લોકોનું સ્થળાંતર 1 - image

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ  પડી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થતા લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નેશનલ હાઈવે પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ

નર્મદા નદીમાં જળ સપાટી વધવાના કારણે  નર્મદા મૈયા બ્રિજ બંધ થતા નેશનલ હાઈવે નં. 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. નેશનલ હાઈવે પર 5કિમીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 

 

નદીઓનું જળસ્તર વધવાના કારણે  આટલી ટ્રેનો રદ 

1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 

2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદેભારત એક્સપ્રેસ 

3. ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ 

4. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 

5. ટ્રેન નંબર 12010  અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 

6. ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ  

7. ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 

8. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ 

9. ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 

10. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 

11. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ 

12. ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ 

9000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું 

નર્મદાની જળ સપાટી વધતા આજુ બાજુના કેટલા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, દાહોદ, વડોદરા  અને પંચમહાલ આમ પાંચ જિલ્લામાંથી કુલ 9613 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જિલ્લો સ્થળાંતર 
નર્મદા  
2317 
ભરૂચ  
5744  
વડોદરા  
1462 
પંચમહાલ
70 
દાહોદ
20

પાદરા તાલુકામાં લોકો ફસાયા 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં આવેલા પૂરને કારણે કાંઠા વિસ્તારની આસપાસ પાણી ફરી વળતા ફસાયેલા લોકો તંત્રની મદદ માગી રહ્યા છે. 

તાપી નદીના કેટલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ 

સુરતમાં ગઈકાલે તાપી નદીમાં પાણી છોડ્યા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફરગેટ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોડી રાત્રી થી વહેલી સવાર સુધીમાં પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરાયા છે. આજે વહેલી સવારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રહેતા પાલિકા કમિશનર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો કરાયા એલર્ટ, પાંચ જિલ્લામાં હજારો લોકોનું સ્થળાંતર 2 - image

8 જિલ્લામાં  NDRF-SDRF ટીમ તૈનાત 

રાજ્યમાં અફાતની સ્થિતિ વચ્ચે 8 જિલ્લામાં  NDRF-SDRFને તૈનાત કરવામાં આવી છે. ભરૂચ, વડોદરા, પંચમહાલમાં NDRFની એક-એક ટીમ, રાજકોટ-જૂનાગઢમાં NDRFની એક-એક ટીમ, નર્મદા  જિલ્લામાં 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, ભરૂચ, દાહોદમા SDRFની એક-એક ટીમ અને  નર્મદા, વડોદરામાં SDRFની ત્રણ ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.


Google NewsGoogle News