Get The App

જાફરાબાદમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, ધારાસભ્યના જમાઈ પર હિચકારો હુમલો

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
જાફરાબાદમાં  જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, ધારાસભ્યના જમાઈ પર હિચકારો હુમલો 1 - image


જેટી પરથી બરફ ભરેલું વાહન હટાવી લેવાની માથાકુટમાં બનાવ : 80,000ના ચેઇનની લૂંટ  : માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ભાવનગર ખસેડાયા : ઘાયલ ચેતન શિયાળ પિસ્તોલ બતાવી રહ્યાનો વીડિયો થયો વાયરલ, 6 ખલાસીઓ સામે ફરિયાદ 

અમરેલી, : જાફરાબાદના ટી ટાઇપ જેટી વિસ્તારમાં ગત મોડી રાત્રીના સમયે બોટઅનલોડ કરવામાં આડે ટ્રેકટર નડતું હોવાથી હટાવી લેવાની બાબતમાં માથાકુટ થયા બાદ  ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન શિયાળ પર  કુહાડીની બુંધરાટી અને અન્ય હથિયારો દ્વારા  છ શખ્સોએ એકસંપ કરી હુમલો કરી એસી હજારના સોનાના ચેઈનની લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવને લઇને જાફરાબાદ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,જાફરાબાદ શહેરમાં સામાં કાંઠા વિસ્તારમાં ગત રાત્રીના સમયે બઘડાટી બોલી હતી.રાજુલા - જાફરાબાદ ના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ, ટિંબી યાર્ડમાં ચેરમેન અને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો થતાં ચકચાર મચી ગઇ હતી.ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો થતાં તેને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ે માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાને કારણે બાદમાં ભાવનગર ખસેડવામાં આવ્યા હતા . હાલ હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના બનતા રાત્રીના સમયે જાફરાબાદ ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ અંગે જાફરાબાદ પોલીસ મથક ખાતે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંતભાઈ બચુભાઈ શિયાળ ઉંમર - 68 નિવૃત્ત શિક્ષક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે,તેમની બોટ જાફરાબાદ ટી ટાઇપ જેટી એ માછીમારી કરી પરત આવેલી હતી જેથી મચ્છી ખાલી કરવા માટે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંતભાઈ અને તેનો ભાઈ રાજેન્દ્ર શિયાળ જતા હતા એ વખતે યશવંતભાઈ નારણભાઈ બારૈયા નું બરફ ભરેલું ટ્રેકટર જેટી પર આડુ રાખેલું હતું .જે ે ટ્રેકટરને સાઈડમાં લઈ લેવાનું કહેતા યશવંતભાઈ અને તેનો દીકરો સિદ્ધાર્થભાઇ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો બોલી  અને હાથા પાઈ કરતા રાજેન્દ્ર એ તેના મોટા ભાઈ ચેતનભાઈ શિયાળને જાણ કરી હતી .જેથી ચેતનભાઈ અને અન્ય લોકો અંહી આવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો .બંને પિતા પુત્રને સારું નહિ લાગતા યશવંતભાઈ બારૈયા એકદમ ઉશ્કેરાઇને ચેતનભાઇ જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે એક ઘા તથા પીઠના ભાગે કુહાડી ની મુંઘરાટી થી ઘા મારવા લાગતા ઈજાઓ થઈ હતી .અને ત્યાર બાદ ગળામાં પહેરેલ રૂ. 80,000 નો ચેઇન ગળામાંથી ખેંચી લઈને લૂંટ કરી હતી અને સિદ્ધાર્થ દ્વારા પોતાના હાથમાં રહેલ ખપાળી મનોજભાઈ નામના એક યુવકના માથાના ભાગે તથા શરીરનાં ભાગે જીવલેણ ઘા મારી દીધી હતી.

આ ઘટનાં અંગે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં ચેતન શિયાળ પોતાની પાસે રહેલ પિસ્તોલ કાઢી સામે પક્ષના લોકો સામે દેખાડતો જોવા મળી રહ્યો છે. જોકે તે વખતે જ તેના પર હુમલો થયો હતો તેવો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ચેતન શિયાળ પર રાત્રીના સમયે હુમલો થયો છે, કોઈ બોટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે.સ્થાનિક પોલીસ અને એસપી સાથે વાત થઈ છે . યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News