વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું, નવ લોકોની ધરપકડ
બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ બોટમાંથી નશીલો જથ્થો કબજે કર્યો હતો
Veraval Port: ગીર સામનાથના વેરાવળ બંદર પરથી એક શંકાસ્પદ બોટમાંથી પોલીસે અંદાજીત 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ ફિશિંગ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કર્યો હતો.
SOG અને NDPSની ટીમ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું
મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસ દ્વારા વેરાળવ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડા પાડવામાં આવતા એક ફિશિંગ બોટમાંથી રૂપિયા 350 કરોડના 50 કિલોના સિલબંધ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. SOG અને NDPSની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. નવ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરપવામાં આવી. જો કે, હાલ આટલી માત્રામાં ડ્રગ્સ પકડાતાં FSL,ગીર સોમનાથ SOG અને LCB સહિત તપાસ શરુ કરવામાં આવી છે.