જો તું મને નહીં મળે અને ઇન્સ્ટા પર ચેટ નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી: વિધર્મીએ અઠવાલાઇન્સની ધો. 12 ની વિદ્યાર્થીનીને પ્રેમમાં ફસાવી સિગારેટ પીવા અને શરીર સંબંધની માંગણી કરી
- સિટીલાઇટના અજય કાફે બહાર જાહેરમાં અડપલા કરી કીસ કરતો, વિદ્યાર્થીની ગુસ્સો કરે તો સોરી કહેતોઃ ઘોડદોડ રોડ પર બહેનના ઘરે લઇ જઇ છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો
- ઇન્સ્ટા પર વિડીયો કોલ કરી કપડા ઉતરાવતો અને સંબંધની માંગણીથી કંટાળી ઉદાસ રહેતી વિદ્યાર્થીનીને માતા-પિતાએ કારણ પૂછતા ભાંડો ફૂટયો
સુરત
અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી સિટીલાઇટ રોડના કાફેની બહાર અને ઘોડદોડ રોડની કરીમાબાદ સોસાયટીમાં બહેનના ઘરે લઇ જઇ શારિરીક અડપલા કરવાની સાથે વિડીયો કોલ કરી કપડા ઉતરાવવા ઉપરાંત સિગારેટ પીવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરનાર વિધર્મી યુવાન વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
કતારગામના ફુલપાડા રોડ વિસ્તારમાં રહેતા જરી વેપારીની પુત્રી કરીના (ઉ.વ. 16 નામ બદલ્યું છે) અઠવાલાઇન્સની સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરે છે અને ત્યાંથી બારોબાર ભટાર વિસ્તારમાં ટ્યુશન જાય છે. કરીના છેલ્લા કેટલાક દિવસથી ઉદાસ રહેતી હોવાથી ગત સાંજે ટ્યુશનથી પરત આવ્યા બાદ માતા-પિતાએ ઉદાસ રહેવાનું કારણ પૂછતા રડતા-રડતા કરીનાએ કહ્યું હતું કે સ્કૂલેથી છૂટયા બાદ ટ્યુશન જવા પહેલા ફ્રેન્ડ સાથે સિટીલાઇટ રોડ સ્થિત અશોક પાન સેન્ટર નજીક અજય કાફેમાં નાસ્તો કરવા જાય છે. તે દરમિયાન મહિના અગાઉ કાફે ઉપર આવતા સાજીદ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. દરમિયાનમાં સાજીદે ઇન્સ્ટાગ્રામ પર કાફેની બહાર તેઓ મળતા ત્યારે પાડેલા ફોટો મોકલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને જયારે પણ કાફે પાસે મળતો ત્યારે શારિરીક અડપલા કરવાની સાથે કીસ કરતો હતો. કરીનાએ ઇન્કાર કરતા સોરી કહેતો હતો. પંદરેક દિવસ અગાઉ ઘોડદોડ રોડ સ્થિત કરીમાબાદ સોસાયટીમાં રહેતી તેની બહેન સરલીનના ઘરે વાત કરવાના બહાને લઇ ગયો હતો. જયાં સરલીનની ગેરહાજરીમાં સાજીદે કરીના સાથે શારિરીક અડપલા કરી છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કરીનાએ ગુસ્સો કરી વિરોધ કરતા સાજીદે પુનઃ સોરી કહ્યું હતું. સાજીદ વારંવાર શારિરીક છૂટછાટ લેવાનો પ્રયાસ કરતો હોવાથી કરીનાએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ સાજીદે કાફેની બહાર કીસ કરતા ફોટો બતાવી જો તું મને નહીં મળે અને ઇન્સ્ટા પર ચેટ નહી કરે અને વિડીયો કોલ નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પોતાની આબરૂ બચાવવા કરીના વાત કરતી હતી પરંતુ ત્યાર બાદ પોતે સિગારેટ પીતો હોવાથી કરીનાને પણ સિગારેટ પીવા માટે દબાણ કરતો હતો અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોલ કરી કપડા કઢાવતો હતો અને છેલ્લા એકાદ અઠવાડિયાથી શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરે છે. જેને પગલે માતા-પિતા ચોંકી ગયા હતા અને ગત રોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.