'14449' આ નંબર યાદ કરી લેજો, ગુજરાત પોલીસ સામે ફરિયાદ માટે હેલ્પલાઈન જાહેર

પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'14449' આ નંબર યાદ કરી લેજો, ગુજરાત પોલીસ સામે ફરિયાદ માટે હેલ્પલાઈન જાહેર 1 - image


Gujarat Police: સામાન્ય રીતે જો આપણને કોઈ સમસ્યા અથવા કોઈ ત્રાસ આપતું હોય તો આપણે 100 નંબર પર ફોન કરી પોલીસ સમક્ષ ફરિયાદ કરીએ છીએ. પરંતુ પોલીસ જ હેરાન કરતી હોય તો ફરિયાદ કરવી કોને? જો કે હવે આ સવાલનું નિવારણ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે '14449' નંબર આપવામાં આવ્યો છે. જે નંબરની સેવા ટૂંક જ સમયમાં શરુ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં પોલીસ દમન સામેની ફરિયાદ કરવા માટે 14449 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સામેની કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે આ નંબર પર કરી શકો છો. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ હેલ્પલાઈન નંબર અંગે સોગંધનામું રજૂ કર્યું હતું. આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે. 

આ સાથે રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.જોકે, હાલમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે અત્યારે કાર્યરત છે. પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર પણ મદદ મળી રહે છે. તેવી જ રીતે પોલીસ સામે ફરિયાદ કરવા 14449 નંબર જાહેર કરવામાં કરાશે.આ નંબર સક્રિય થતાં તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. 



Google NewsGoogle News