Get The App

જામનગરમાં સાત રસ્તા સર્કલ ઓવરબ્રિજના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા : અનેક વાહન ચાલકો અટવાયા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાત રસ્તા સર્કલ ઓવરબ્રિજના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા : અનેક વાહન ચાલકો અટવાયા 1 - image


Traffic Jam in Jamnagar : જામનગરમાં સાત રસ્તા સર્કલમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને પતરાની આડશ મુકવામાં આવી હોવાથી માર્ગ ટૂંકો બન્યો છે, અને આજે શુક્રવારે સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 સવારે 11.30 વાગ્યાના અરસામાં સાત રસ્તા સર્કલથી ડીસીસી હાઈસ્કૂલ સુધીના માર્ગે ભારે ટ્રાફિક જામ થયો હતો, અને રિક્ષા-કાર-સ્કૂટર સહિતના અનેક વાહનો અટવાયા હતા, અને પ્રત્યેક વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

 સાત રસ્તા સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિકના જવાનો અને ટીઆરબીના જવાનોએ ભારે જહેમત લઈને આખરે મોડેથી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.


Google NewsGoogle News