Get The App

હવામાનમાં થશે ફેરફાર: મહાશિવરાત્રિ આસપાસ અનેક રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાતમાં ગરમી વધશે

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
હવામાનમાં થશે ફેરફાર: મહાશિવરાત્રિ આસપાસ અનેક રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાતમાં ગરમી વધશે 1 - image


Weather Update: આગામી 26ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉજવવા દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં 25થી 27 ફેબ્રુઆરીએ વ્યાપક વરસાદ, બરફવર્ષાની આગાહી કરાઈ છે. તો હાલ આવા સંજોગોથી પૂર્વ ભારતમાં આજે 22 અને 23 ફેબ્રુઆરીએ ગાજવીજ સાથે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. અનેક રાજ્યોમાં તીવ્ર પવન, વીજળી સાથે હવામાનમાં પલટો આવશે પરંતુ, ગુજરાતને હાલના સંજોગો મુજબ ઓછી અસર થશે. 

હવામાન વિભાગની આગાહી

24 ફેબ્રુઆરીની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર પશ્ચિમ ભારતનું હવામાન ડહોળશે. જે અન્વયે 25થી 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાસ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ-બરફવર્ષાની તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા-મધ્યમ વરસાદનું ઍલર્ટ અપાયું છે. જેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં બપોરનું મહત્તમ તાપમાન વધવા સાથે ગરમીનો અહેસાસ થવાની અને ગુજરાતમાં બે દિવસ હાલનું હવામાન જારી રહેવા બાદ તાપમાનમાં 3 સેલ્સિયસ સુધી વધારો થવાની આગાહી છે. 

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ 7થી 10 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. માર્ચ મહિનામાં ગરમીની શરુઆત થતી હોય છે. ત્યારે કસમોસમી વરસાદ નુકસાન નોતરી શકે છે. કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરેને નુકસાન પહોંચી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.



Google NewsGoogle News