Get The App

અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Ahmedabad rain file pic
Image : File pic
'

Rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આજે (9 જુલાઇ)એ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા ચાર પાંચ દિવસ છુટાછવાયો વરસાદ પડ્યો હતો. જો કે લોકો ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીને લીધે પરેશાન થઈ ગયા હતા. આજે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક થતાં શહેરીજનોને રાહત મળી છે.   

અનેક જિલ્લામાં વરસાદ શરૂ

અમદાવાદની સાથે સુરત, અમરેલી, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હજુ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32 મી.મી.(દોઢ ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને ટ્રાફીક જામના દ્વશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના લીધે વાહન ચાલકો મુશ્ક્લીમાં મુકાયા હતા. વહેલી સવારથી મેઘ મહેર થતાં ઓફિસે જવા નિકળેલા લોકો અટવાઇ ગયા હતા. 


આ પણ વાંચો : શેલામાં બસ સમાઈ જાય એટલો ભૂવો પડ્યો

જાફરાબાદમાં વરસાદ શરૂ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતાં ચોતરફ પાણી ભરાય ગયા છે. અડધા કલાકમાં બજારમાં પાણી વહેણ વહેતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

જામનગરમાં વરસાદ શરૂ

જામનગર શહેર અને જિલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ આજે સવારથી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ક્યારેક ક્યારેક મેઘગર્જના પણ સાંભળવા મળી હતી, પરંતુ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જ્યારે વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

યલો એલર્ટ જાહેર

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : દેશમાં ચોમાસું જામ્યું, 21 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભગ દ્વારા આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. . ત્યારે આજે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઓલપાડમાં 32 મીમી જ્યારે ભાવનગરના તળાજામાં 15 મીમી વરસાદ વરસ્યો છે.

અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર 2 - image


Google NewsGoogle News