Get The App

મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ, વીરપુરમાં 2 કલાકમાં 3 અને વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ, વીરપુરમાં 2 કલાકમાં 3 અને વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ 1 - image


Heavy Rain in Gujarat Madhya Gujarat :  રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે, પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જ્યા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર મહેરબાન થયા છે. લાંબા સમયથી મધ્ય ગુજરાતમાં માત્ર છુટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે અસહ્ય ગરમી અને ઉકળાટના લીધે લોકો કંટાળી ગયા હતા. પરંતુ ગત 24 કલાકમાં મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવતા ચોમેર જળબંબાકારના દૃશ્યો સર્જાયા હતા. જેમાં મધ્ય ગુજરાતના બોરસદમાં સૌથી વધુ 13 ઇંચ જેટલો (354 મિ.મી.) વરસાદ ખાબક્યો છે.  જ્યારે ગત બે કલાકમાં એટલે 4 થી 6 દરમિયાન મહિસાગરના વીરપુરમાં 3 ઇંચ (75 મિ.મી.) વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો : બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

સરકારી ચોપડે નોંધાયેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો આજે (24 જુલાઇ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ આણંદના બોરસદમાં 353 મિ.મી., નર્મદાના તિલકવાડામાં 213 મિ.મી., બરોડના પાદરામાં 199 મિ.મી., વડોદરા શહેરમાં 198 મિ.મી., ભરૂચમાં 185 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 156 મિ.મી., નર્મદાના નાંદોદમાં 143 મિ.મી., ભરૂચના ઝઘડીયામાં 135 મિ.મી., વડોદરાના શિનોરમાં 134 મિ.મી., ભરૂચના હાંસોટમાં 130 મિ.મી., છોટા ઉદેપુરના સંખેડા 115 મિ.મી., સુરતના મહુવામાં અને ભરૂચના વાગરામાં  113 મિ.મી., વડોદરાના ડભોઇમાં અને સુરતના માંગરોળમાં 107  મિ.મી., વડોદરાના કરજણમાં 105 મિ.મી., પંચમહાલના હાલોલમાં 104 મિ.મી., આણંદના ખંભાતમાં 102 મિ.મી., સુરતના પલસાણામાં અને ભરૂચના વાડીયામાં 101 મિ.મી. વરસાદ નોંધાયો હતો. 

જ્યારે 200થી વધુ તાલુકામાં 100 મિ.મી.થી ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ અમદાવાદના વિરમગામ, કચ્છના લખપત, રાપર, ભચાઉ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને દસાડા અને દાહોદમાં 1 મિ.મી. જેટલો વરસાદ ખાબક્યો છે.  

જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહિસાગરના વીરપુરમાં 75 મિ.મી., ગાંધીનગરના દહેગામમાં 72 મિ.મી., ખેડાના કપડવંજમાં 58 મિ.મી. અને સુરતના પલસાણામાં 53 વરસાદ ખાબક્યો હતો. જ્યારે બાકીના 129 તાલુકામાં 50 મિ.મી. કરતાં ઓછો વરસાદ ખાબક્યો હતો. 

આ પણ વાંચો : દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં રજા, સુરતના ઉમરપાડામાં 11 ઈંચ

વડોદરા-ભરૂચ શાળાઓ બંધ

ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણ કચેરી વડોદરા દ્વારા અતિ ભારે વરસાદના પગલે શહેરમાં પાણી ભરાઇ જવાના કારણે રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે હવામાન વિભાગન દ્વારા જાહેર કરવામાં એલર્ટના ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગ રૂપે 24 જુલાઈ 2024ના બુધવારના રોજ આમોદ, જંબુસર, વાગરા સિવાય તમામ તાલુકાની શાળાઓ-કોલેજો અને આંગણવાડીઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે અથવા તો ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. 

25-26 જુલાઈની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ નોંધાયો છે.


Google NewsGoogle News