વાપી-વલસાડમાં પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ, 3 નદીઓએ ભયજનક સપાટી વટાવી
Rain In South Gujarat : નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.
ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા.
બે જિલ્લામાં આજે શાળા- કોલેજમાં આજે રજા
દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી છે. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ઔરંગામાં ઘોડાપૂરથી વલસાડનો એક પુલ પાણીમાં, અનેક વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડની ઔરંગા નદીમાં મોડી સાંજે ઘોડાપૂર આવતાં કૈદાસ રોડના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા. આ સાથે છીપવાડ, તનુમાન ભાગડા પચિંગ અને કાશ્મીરા નગર સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાત્રિ દરમિયાન પાણી વધવાની શક્યતાને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.
હરિયાળી અમાસ એટલે દિવાસોના દિવસે વરસાદનું અચૂક આગમન થાય છે અને તે ભારે વરસે છે. ખેરગામ તાલુકામાં માન, તાન ભેગી થઈને ઔરંગા નદી બને છે. તેમાં શનિદેવ મંદિર ભૈરવી પાસેનો પાટ આજે સૌ પ્રથમ પાલીમાં ગરકાવ થયો હતો. જ્યારે ગરગડીયાનો પુલ રવિવારે બપોર પાછીથી પુરના પાણી વધતા ગરકાવ થયો હતો. વડસાડનાં નીચાળા વાળા વિસ્તારનાં લોકલે તેમજ વહીવટી તંત્ર માટે આજની રાત કપરી બનશે એવું જણાઈ રહ્યું છે.
વલસાડમાં મોડી રાત્રે માછીમારોનું NDRFએ રેસ્ક્યુ કર્યું
વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.
મધુબન ડેમમાંથી રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડાયું
વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ અને ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાંજે 9 વાગ્યે 83,903 ક્યુસેક પાણીની આવક સામે 38903 ક્યુસેક પાણી છોડયા બાદ રાત્રે 8 વાગે 1,11,567 ક્યુસેક પાણીની આવક સામે ડેમ સત્તાવાળા દ્વારા તમામ 10 દરવાજા ખોલી 1,00,219 કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. રાત્રે 8 વાગે ડેમની સપાટી 73.25 મીટર નોંધાઇ હતી.
ડાંગમાં સાંબેલાધાર 6.6 ઈંચ વરસાદ નદીઓ ફરી બે કાંઠે, 19 રસ્તા બંધ
ડાંગ જિલ્લામાં સાંબેલાધાર સરેરાશ 9 ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 9 ઇંચ, આઠવામાં 7.4 ઇંચ, વધઇમાં 6.3 ઈંચ અને સુબીરમાં 4.7 ઈંચ વરસાદ પડતા જિલ્લા પાણીથી તરબોળ થયા હતા. ડાંગ જિલ્લામાં શનિવારે રાતથી મેઘરાજાએ ધડબડાતી બોલાવતા લોકમાતા અંબિકાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા આ સિઝનમાં પ્રથમવાર ગીરા ધોધ સંપૂર્ણ ખીલી ઉઠતા રવિવારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ધોધને જોવા ઉમટી પડયા હતા. ધસમસતા પૂરના પાણી લો લેવલ કોઝવે પર ચડી જતા અનેક ગામો જિલ્લા મથકેથી સંપર્કવિહોણા થયા હતા. રવિવારે સાંજના 5 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના 19 માર્ગો અવરોધાયા છે. ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઈન ઓવર-ટોપિંગ થવાને કારણે માર્ગ બંધ કરાવા હતા.
સતત બે દિવસથી ભારે વરસાદને પગલે લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેના તેમનું કાર્ય મથક નહિ છોડવાની ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીએ તાકિદ કરી હતી. રવિવારે સાંજે 4-00 કલાકે પુરા થતાં 24 કલાકમાં જિલ્લામાં સાંબેલાધાર 9.9 ઇંચ વરસાદ પડતા લોકમાતાઓ ફરી બે કાંઠે વહેતી થઇ છે. આ સાથે જિલ્લાનો સિઝનનો વરસાદ 52.99 ઇંચ થયો છે.
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા આક્રમકઃ સરેરાશ 6.3 ઈંચ
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટીંગ કરતા જિલ્લામાં સરેરાશ 6.3 ઈંચ વરસાદી પાણી વરસાવતા નદીઓમાં થોડાપુર જેવી સ્થિતિ વચ્ચે કુલ 47 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. કપરાડાના દહિખેડ ગામે વાંકી નદીના કોઝવે પરથી વાછરડું અને બકરી તણાતા પશુપાલકોએ જીવના જોખમે બચાવ્યા હતા. તો વલસાડની ઔરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાઈ જતાં પશુપાલકે તમામને બચાવ્યા હતા.
મધુબન ડેમાથી સાંજે 79 હજાર ક્યુસેક પાણી વલસાડ જિલ્લામાં મેઘરાજએ પોતાની રમત વથાવત રાખતા રવિવારે સાંજે 4-00 વાગે પુરા થતાં 24 કલાકમાં સરેરાશ 6.3 ઈંચ વરસાદ પડયો હતો, જેના કારવો નદીઓમાં થોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. ધરમપુરમાં 6 ઇંચ, વલસાડમાં 5.5, પારડીમાં 3 ઇંચ, ઉમરગામમાં અને વાપીમાં 2-2 ઇંચ વરસાદ ઝીંકાયો હતો.
આ દ્રશ્ય જોઈ પશુપાલકે પોતાના જીવને જોખમમાં મુકી નદીના પસમસતા પ્રવાહમાંથી વાછરડાને બચાવ્યું હતુ. જોકે, બકરી તણાઈ રહી હતી તેને એક ખેડૂતે કિનારા પર પહોંચી ખેંચીને ભહાર કાઢી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાહની મોરંગા નડીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે પશુપાલકની ભેંસોનું ટોળું નદીમાં કસાઈ ગયું હતું. ભેંસોને બચાવવા પશુપાલક નદીમાં કુદ્યો હતો અને જીવનાં જોખમે તમામ ભેંસોને નદીની બહાર કાઢી હતી.
વલસાડના તિથલ રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં જિલ્લા પંચાયત કોલોનીમાં જતા મુખ્ય માર્ગ ઉપર મહાકાય આમલીનું વૃક્ષ ધારાશાથી થતા વીજ જોડાણની મુખ્ય લાઈન ઉપર પડતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એક પાણીપુરીની લારી તથા વીજ થાંભલો પણ આ ઘટનામાં દટાયો હતો. પારડીના નાનાવયછીયા ગામે 100 વર્ષ જુનુ વડનું વૃક્ષ તૂટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં રવિવારે પાણીની આવક થતા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતું હતુ.
સાંજે 4 વાગે ડેમમાં 64514 કયુસેક પાણીની આવક થતા ડેમના તમામ 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 08718 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સાંજે ડેમની સપાટી 73 મીટર નોંધાઈ હતી. વિતેલા 24 કલાકમાં પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 4.5 ઈંચ અને દમણમાં 2.5 ઇંચ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી ઓગસ્ટની આગાહી
રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં છઠ્ઠી ઓગસ્ટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સાતમી અને આઠમી ઓગસ્ટે દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાહ દ્વારા કરવામાં આવી છે.