mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ, દામોદર કુંડ ઓવર ફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

Updated: Jul 1st, 2024

Heavy Rain In Junagadh


Heavy Rain In Junagadh: ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે (પહેલી જુલાઈ) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગિરનાર પર્વત પર છેલ્લા છ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. 

ઓઝત નદીમાં નવા નીર આવ્યા 

ભારે વરસાદને પગલે જૂનાગઢ- વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. ધોધમાર વરસાદને પગલે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. 

આ પણ વાંચો: LIVE: ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, 26 રસ્તાઓ તૂટી ગયા, 38 ગામમાં લાઇટો ડૂલ થતાં અંધારપટ છવાયો

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી 12મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.'

ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ, દામોદર કુંડ ઓવર ફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ 2 - image

Gujarat