સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 1 - image


Heavy Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતા. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30-31 ઑગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે, ત્યારે આજે (30 ઑગસ્ટે) કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 388 મિ.મી., મુંદ્રામાં 217 મિ.મી., અબડાસામાં 162 મિ.મી., અંજારમાં 80 મિ.મી., ગાંધીધામમાં 65 મિ.મી., ભુજમાં 62 મિ.મી., લખપતમાં 53 મિ.મી., નખત્રાણામાં 43 મિ.મી. અને ભચાઉમાં 42 મિ.મી., દેવભૂમિ દ્વારકામાં 186 મિ.મી., જૂનાગઢના ભેસાણમાં 47 મિ.મી., રાજકોટના લોધિકામાં 44 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 123 તાલુકામાં 1થી 10 મિ.મી. સુધીમાં વરસાદ ખાબક્યો છે.

1-2 સપ્ટેમ્બરની આગાહી 

1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, ગઈકાલથી અત્યાર સુધીમાં 11 ફૂટ લેવલ ઘટ્યું

3થી 5 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : અસના વાવાઝોડું : હવામાન વિભાગે કહ્યું 78 વર્ષ બાદ ગુજરાતમાં આવી આગાહી, જાણો ક્યાં સૌથી વધુ ખતરો

ઓક્ટોબરમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.

સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 2 - image

સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 3 - image

સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 4 - image


Google NewsGoogle News