Get The App

અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા, ગામડાઓને કરાયા અલર્ટ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Survo Dam


Heavy Rain In Amreli: ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના પગલે વડિયાના સૂરવો ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલાયા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરાયા છે.

કમોત્રી નદીમાં ગાયો તણાઈ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીની નજીક અવરજવર ન કરવા સાવચેત કરાયા હતા. આ ઉરરાંત ભારે વરસાદને પગલે ઉજળા ગામની કમોત્રી નદીના ધસમસતા પ્રવાહમાં 6થી 7 ગાયો તણાઈ હતી.

અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા, ગામડાઓને કરાયા અલર્ટ 2 - image

હવામાન વિભાગ શું કહે છે? 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ભાદરવામાં પણ ભરપૂર વરસ્યો વરસાદ: સુરતની મીંઢોળા નદીમાં ઘોડાપૂર, ઉકાઈ ડેમનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું


આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર આજે (27 સપ્ટેમ્બર) રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા, ગામડાઓને કરાયા અલર્ટ 3 - image


Google NewsGoogle News