Get The App

સુરતમાં દીકરીઓ સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, હેવાન પતિની ધરપકડ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News

સુરતમાં દીકરીઓ સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, હેવાન પતિની ધરપકડ 1 - image

Heartbreaking Incident in Surat : સુરતના પતિએ પત્નીની હત્યા કરી હોય તેવી બીજી ઘટના બની. શહેરના ગોડાદરા વિસ્તારમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નાખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે આખરે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. 

આ પણ વાંચો: જામનગરમાં ગુલાબ નગર નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં સાળા- બનેવી વચ્ચેની તકરારમાં બનેવી જમ બન્યો: સાળાનું માથું ફોડ્યું

બે દીકરીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા

મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાનો આ પરિવાર હાલમાં સુરતના ગોડાદરામાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં રહે છે. મૃતક 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર રહેતા હતા. જેમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની અને એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓનો સમાવેશ થાય છે.  

રાત્રે કોઈ બાબતે ઝઘડો થયા બાદ પત્નીનું ગળુ કાપી નાખ્યું

સંયુક્ત કુંટુંબમાં રહેતો પરિવારે જમ્યા બાદ પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતો. પરંતુ રાત્રે નમ્રતાબેન અને તેમના પતિ જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી મુકી હતી. 

આ પણ વાંચો: મામી પર હુમલો કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતો ભાણેજ

જયસુખભાઈ ક્યારેક- ક્યારેક છૂટક મજૂરીનું કામ કરતાં 

પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા, બાકી નવરા બેસી રહેતા. સાથે જ તેમને દારૂ પિવાની પણ ટેવ હતી. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. મોટાભાગે પતિ કામ પર ન જતા હોવાના કારણે બન્ને વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત  નમ્રતાબેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. 

પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી

રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News