ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકના કેસ વધ્યા! 2 દિવસમાં 16 લોકોએ ગુમાવ્યા જીવ

હૃદયની ઈમરજન્સીના કેસને મામલે અમદાવાદ મોખરે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકના કેસ વધ્યા! 2 દિવસમાં 16 લોકોએ ગુમાવ્યા જીવ 1 - image


Heart Attacks In Gujarat:  ગુજરાતમાં હાર્ટ એટેક (heart attack)થી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો (increasing continuously) થઈ રહ્યો છે.  ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન 16 લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.  હાર્ટ એટેકના કારણે દ્વારકા અને વડોદરામાં છેલ્લા બે દિવસમાં 3-3 મોત થયા છે. આ 16 લોકોમાંથી 4 યુવકો કે જેના મોત ગરબા રમતા રમતા જ નીપજ્યા હતા. ઉપરાંત  ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાત્રે 2 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 84 કેસ નોંધાઇ રહ્યા હતા.  

આ શહેરોમાંથી હાર્ટ એટેકના કિસ્સા આવ્યા સામે   

જિલ્લો મોતના કિસ્સા
દ્વારકા
3
વડોદરા
3
રાજકોટ
2
જામનગર
2
ધોરાજી
1
અમદાવાદ
1
કપડવંજ
3
સુરત
2
નવસારી
3

હૃદયની ઈમરજન્સીના કેસને મામલે અમદાવાદ મોખરે

આ અંગે ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજે 6 થી રાત્રે 2 દરમિયાન સામાન્ય દિવસોમાં ૮૮ કેસ નોંધાતા હોય છે.જેની સરખામણીએ નવરાત્રિના પ્રથમ સાત નોરતાં દરમિયાન એટલે કે 15થી 21 ઓક્ટોબર દરમિયાન સરેરાશ 84 કેસ નોંધાઇ રહ્યા છે. હૃદયની ઈમરજન્સીના કેસને મામલે અમદાવાદ મોખરે છે.

તારીખ
કેસ
15
21
16
25
17
19
1822
1923
2019
2110

Google NewsGoogle News