Get The App

PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે 1 - image


PMJAY Scheme : અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં PMJAY યોજનામાં કૌભાંડનો ખુલાસો થયાં બાદ તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઋષિકેશ પટેલે આ યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશનથી લઈને ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવને PMJAY યોજના અંગેના જરૂરી સૂચનો આપ્યા હતા.

PMJAY યોજનાને લઈને પાટનગરમાં મહત્ત્વપૂર્ણ બેઠક

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, PMJAY યોજના હેઠળની રાજ્યની કોઈપણ હૉસ્પિટલમાં સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડાં કરનારા ડૉક્ટર કે હૉસ્પિટલની ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં. PMJAY યોજનામાં ગેરરીતિ કરતાં લોકો સામે કડક પગલાં લઈને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, PMJAY યોજનાના પ્રવર્તમાન માળખા, વ્યવસ્થાપન અને કામગીરીને યોગ્ય રીતે કરવા માટે સૂચના આપવામાં આવી હતી. 

આ પણ વાંચો : નવસારીમાં ધર્માંતરણનો વીડિયો વાઈરલ થવાનો મામલો, ત્રણ સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, PMJAY યોજનામાં એમ્પેન્લ્ડ હૉસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલૉજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ સાથે સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ(SAFU)ને વધુ સુદૃઢ કરવામાં આવશે. તેમજ નવી ટીમ તૈયાર કરી હૉસ્પિટલોની વિઝિટ કરીને રિપોર્ટ મંગાવવામાં આવશે. નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ(NAFU)ને જાણ કરીને રાજ્યની જરૂરિયાત મુજબના સુધારા વધારા કરાશે. જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી પ્રોસિજરની વિગતો દર્શાવતી CD ફરજિયાતપણે પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ પોર્ટલ સંબંધિત સોફ્ટવેર અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં શરુ થશે. 

આ પણ વાંચો : આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે... છેવટે જાથાએ કર્યો પર્દાફાશ

સમીક્ષા બેઠકમાં અધિકારીઓને સૂચના આપતાં ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્ય જિલ્લા મેડિકલ ઑફિસર ઑફ હેલ્થ દ્વારા મહિનામાં ઓછામાં ઓછી બે હૉસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. જેમાં હૉસ્પિટલોની કામગીરીનું મૂલ્યાંકન આધારિત ગ્રેટેશન કરવામાં આવશે. આ ઉપરાંત, PMJAY યોજના હેઠળ હૉસ્પિટલમાં ખાસ પ્રકારની સારવાર માટે દર્દી અને તેઓના સગાને સારવારની વિગતવાર સમજણ આપવાની સાથે તેમની સંમતિ ઓડિયો-વીડિયો માધ્યમથી ફરજિયાત લેવાની રહેશે.


Google NewsGoogle News