Get The App

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 1 - image


સુરત, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

શહેરમાં ફાફડા જલેબીનું વેચાણ કરતી રેસ્ટોરન્ટ માંથી નમુના લઈ લેબોરેટરીમાં મોકલ્યા, ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી મશીનનો ઉપયોગ

સુરતમાં દશેરાના દિવસે કરોડ રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય તે પહેલા આજે પાલિકાના ફૂડ વિભાગે વિવિધ દુકાનો માંથી ફાફડા જલેબી અને તેલના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સેમ્પલ માંથી જો કોઈ સંસ્થાના નમૂના નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા તંત્રો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 2 - image

ખાણીપીણીના શોખીન સુરતીઓ આવતીકાલે દશેરાના દિવસે ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ પણ ઝાપટી જશે. સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય છે ત્યારે કેટલાક લે ભાગુ વેપારીઓ ભેળસેળ કરતા હોય આવા વેપારીઓ સામે પાલિકાના આરોગ્ય વિભાગ એ શહેરની વિવિધ ફાફડા અને જલેબી નું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.


સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 3 - image

પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.  તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીન નો ઉપયોગ કર્યો છે.

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 4 - image

આ ચકાસણી દરમિયાન બપોર સુધી કોઈ ગેરરીતી બહાર આવી નથી લેબોરેટરીમાં મૂકવામાં આવેલા સેમ્પલ માં જો કોઈ સેમ્પલ નિષ્ફળ જશે તો તે દુકાનદાર સામે પાલિકા કાર્યવાહી કરશે.

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 5 - image

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા 6 - image


Google NewsGoogle News