સુરતમાં સિવિલની જૂની બિલ્ડીંગમાંથી કોરોના બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવેલા વોર્ડના દર્દીઓ માટે આ શિફ્ટિંગ બન્યું માથાનો દુખાવો
Surat Civil Hospital : હાલમાં સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડીંગમાં આવેલ તમામ વોર્ડને કોરોના બિલ્ડીંગમાં શિફ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં હાલ પીડીયાટ્રીક અને ગાયનેક વોર્ડને શીફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલનો આ 15 રોજબરોજ સિવિલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. કારણ કે મોટાભાગના દર્દીઓને આ વોર્ડ કોરોના બિલ્ડિંગમાં શીફ્ટ કરવામાં આવ્યા છે તેને યોગ્ય માહિતી નથી, તો જે દર્દીઓ ત્યાં બોર્ડમાં દાખલ થયો તેઓએ સોનોગ્રાફી કે અન્ય રિપોર્ટ કરવા માટે પાછું 20 નંબર કે 9 નંબરમાં આવું પડે છે. કોરોના બિલ્ડીંગથી 1 કિમી દૂર છે.
નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ જૂની બિલ્ડીંગ જર્જરિત હોવાના કારણે હવે ધીરે ધીરે તેમાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા શિફ્ટિંગની કાર્યવાહી જાન્યુઆરી માસથી ચાલી રહી છે. મોઢા ઉપાડે શિફ્ટીગની કાર્યવાહી શરૂ તો કરી દેવામાં આવી છે, પરંતુ આ અંગેની યોગ્ય જાણકારી સિવિલમાં આવતા હજારો દર્દીઓને ન હોવાના કારણે આ દર્દીઓ પ્રતિદિન અટવાઈ રહ્યા છે.
હાલમાં ગાયનેક વોર્ડ અને પીડિયાટ્રીક વોર્ડ કોરોના બિલ્ડીંગમાં સિફ્ટ કરવામાં આવ્યા છે જેના કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને નાના બાળકો પરેશાન થઈ રહ્યા છે. આઠ મહિનાની ગર્ભવતી મહિલા દીપ્તિએ જણાવ્યું કે તે સોનોગ્રાફી કરાવવા માટે બે વાર 9 નંબરમાં જઈ ચૂકી છું. અહીંથી આવા જવા માટેનો કોઈ વિકલ્પ નથી અને આ અંગેની અમને કોઈ જાણકારી ન હોવાના કારણે અમે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોરોના બિલ્ડીંગ થી નવ નંબર સુધી જવું અને ચાલીને જવું એ ખૂબ જ અઘરું છે બીજી તરફ રિક્ષાવાળાઓ પણ આગળના ગેટ પર ઉભા રહે છે અને અહીંથી અમારે કઈ જગ્યાએ જવું તે અંગેની કોઈ જાણકારી પણ અમને નથી.
બીજી તરફ અન્ય એક મહિલાએ કહ્યું કે કાલે રાત્રે જ હું ઈમરજન્સીમાં મારા બાળકને અહીં એડમિટ કર્યો હતો, પરંતુ આજે એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા માટે 9 નંબરમાં જવું પડી રહ્યું છે. અહીં વોર્ડ તો શિફ્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ કોઈ સુવિધા નથી જેના કારણે અમારા જેવા દર્દીઓએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.
કસમ નામની એક સગર્ભા મહિલાએ કહ્યું કે સવારથી હું ત્રણવાર કોરોના બિલ્ડિંગથી સોનોગ્રાફીના ત્રણ ચક્કર મારી ચૂકી છું તેઓ અહીંથી ત્યાં આંટા મરાવે છે અને અહીંથી ત્યાં જવા માટે ઘણો સમય લાગે છે. મારા જેવી અન્ય ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓએ સોનોગ્રાફી કરવા માટે જૂની બિલ્ડીંગમાં આવવું પડતું હોય છે.
સિવિલ હોસ્પિટલમાંથી પીડિયા ટ્રીક અને ગાયનેક વોર્ડ કોરોના બિલ્ડિંગમાં મોટા ઉપાડે શિફટ કરી દેવામાં તો આવ્યા પણ આ અંગેની કોઈ જાણકારી સિવિલના દર્દીઓને આપવામાં આવી નથી કે તેઓ પાસે આ અંગેની કોઈ જાણકારી પણ નથી, જેના કારણે તેઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ આનો ફાયદો સિવિલના રીક્ષા ચાલકો પણ ઉઠાવી રહ્યા છે. કોરોના બિલ્ડીંગથી સોનોગ્રાફી બિલ્ડીંગ સુધી જવા માટે દસ દસ રૂપિયા તેઓ ઉઘરાવી રહ્યા છે. કોઈપણ જાતની સુવિધા વગર કે લોકોને આવા જવામાં કઈ રીતે આસાની પડશે તે અંગે વિચાર્યા વગર જ શિફ્ટિંગ કરી લેવામાં આવતા આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, કોઈ જગ્યાએ શિફ્ટિંગ કરવામાં આવ્યા છે તે અંગેના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી જેના કારણે નવા આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ સોનોગ્રાફી કરવા માટે દર્દીઓએ 9 નબરમાં આવવું પડતું હોય છે. કોરોના બિલ્ડિંગમાં દર્દીઓને આવા જવા માટે માત્ર એક યા બે વ્હીકલ મૂકવામાં આવ્યા છે હજુ સુધી વિહિકલ સંખ્યા વધારવામાં આવી નથી તો સોનોગ્રાફી અને એક્સરે માટેની પણ ચોક્કસ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.