Get The App

ભરૂચમાં ગટરમાંથી મળ્યું અજાણી વ્યક્તિનું કપાયેલું માથું, થોડી દૂરથી અન્ય અંગો પણ મળ્યા

Updated: Mar 30th, 2025

GS TEAM


Google News
Google News
ભરૂચમાં ગટરમાંથી મળ્યું અજાણી વ્યક્તિનું કપાયેલું માથું, થોડી દૂરથી અન્ય અંગો પણ મળ્યા 1 - image


Bharuch News : ગુજરાતમાં મારામારી, હત્યા સહિતના ગુનાઓની ચકચારી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે શનિવારે ભરૂચમાં દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ કરતાં આજે રવિવારે (30 માર્ચ, 2025) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને મૃતકની ઓળખ કરવા અને આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

ગટરમાંથી મળ્યું અજાણ્યા વ્યક્તિનું માથું

ભરૂચમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવમાં પહેલાં કોઈ અજાણી વ્યક્તિનું માથું અને પછી આજે રવિવારે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં હાલ ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો છે, ત્યારે મૃતદેહના મળી આવેલાં બંને અંગો કોઈ એક વ્યક્તિના હોવાનો પોલીસનો અંદાજ છે. 

આ પણ વાંચો: તાપીના વ્યારામાં બાંધકામ સાઈટ પર ગેસનો બાટલો બ્લાસ્ટ, 10થી વધુ મકાનોને નુકસાન, જાનહાનિ ટળી

શહેરની ગટરમાંથી અજાણ્યા વ્યક્તિના માથા અને ઘૂંટણ સુધીના શરીરના અંગો મળતાં, પોલીસે અન્ય અંગોની શોધખોળ શરૂ કરી છે. જ્યારે સમગ્ર ઘટના કઈ રીતે ઘટી અને શુ હતો મામલો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :