Get The App

તને માતાજી નડે છે, શરીર સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે કહી યુવતી ઉપર દુષ્કર્મ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
તને માતાજી નડે છે, શરીર સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે કહી યુવતી ઉપર દુષ્કર્મ 1 - image


જસદણ પંથકમાં યુવતી પર દુષ્કર્મની વધુ એક ઘટના : ચોટીલાના રેશમીયા ગામનો શખ્સ નાની બહેન ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ મોટી બહેનને ભગાડી જતા મામલો સામે આવ્યો : ફરિયાદ નોંધાવાઈ

જસદણ, : જસદણ પંથકમાં દુષ્કર્મની વધી એક ઘટના સામે આવી છે. જસદણ પંથકની 20 વર્ષીય યુવતીને ચોટીલા તાલુકાના રેશમીયા ગામના શખ્સે તેને માતાજી નડે છે, જો શરીર સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે તેવી ધમકી આપી છેલ્લાં ૮ મહિનાથી અલગ - અલગ સ્થળે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. બાદમાં આ શખ્સ યુવતીની મોટી બેનને ભગાડી જતા યુવતીએ પોતાના પરિવારને બનાવની જાણ કરતા અંતે આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાવાઈ છે.

જસદણ પંથકની 20 વર્ષીય યુવતી સાથે ચોટીલા તાલુકાના રેશમીયા ગામના આરોપી રોહિત રણછોડ મોરીએ અવારનવાર ધમકી આપી 8 માસથી દુષ્કર્મ ગુજારતા ભોગ બનનાર યુવતીએ જસદણ પોલીસમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રોહિત અવારનવાર માતાજીના માંડવા સહિતનાં પ્રસંગમાં આવતો તથા તેના ભાઈનો મિત્ર હતો જેના કારણે આરોપી તેણીના સંપર્કમાં આવ્યો હતો. એકવાર આરોપી રોહિતે તેને મળવા બોલાવી અને તને માતાજી નડે છે એમ કહી શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. અને જો શરીર સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે તેવી ધમકી ઉપરાંત જો આવું નહીં કરે તો તારા ભાઈને પણ મારી નાખીશ તેવી ધમકી આપી આરોપી રોહિત યુવતીને છેલ્લાં ૮ માસથી અલગ અલગ સ્થળે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. બાદમાં આરોપી ફરિયાદી યુવતીની મોટી બહેન સાથે સંપર્કમાં આવ્યા બાદ મોટી બહેનને ભગાડી જતા અંતે નાની બહેને પરિવાર સમક્ષ પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. અને મામલો અંતે જસદણ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જસદણ પોલીસે આરોપી રોહિત મોરી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઈ છે. ઘટનાની વધુ તપાસ જસદણ પીએસઆઈ એમ.ડી.વાઘેલા ચલાવી રહ્યાં છે.


Google NewsGoogle News