તેમણે મને પ્રૂફ રીડરમાંથી સંપાદક બનાવ્યો
હું ગુજરાત સમાચારમાં આઝાદી પછીના એ યુગમાં ૧૯૫૯માં જોડાયો હતો. ત્યારે મારી કામગીરી પ્રૂફ રીડર તરીકેની હતી. સદ્ભાગ્યે ૧૧ મહિનાની નોકરી થઈ ત્યાં જ એ વખતની લોકપ્રિય પૂર્તિ ઝગમગમાં જગ્યા પડી. મનેે તેમણે પ્રૂફ રિડરમાંથી ઝગમગના સહ-સંપાદક તરીકે જવાબદારી સોંપી. એ પછી તો વર્ષો સુધી વિવિધ વિભાગોમાં કામ કર્યું. અનેક ખાટા-મીઠા અનુભવો થયા.
ક્યારેક કંટાળીને નોકરી છોડવાની વાત કરું તો શાંતિલાલ પગથિયાં સુધી આવીને મને રોકે. નિષ્ઠાપૂર્વક કામ કરનારા કર્મચારીઓ પ્રત્યે તેમનો એવો સ્નેહ ખરો. શ્રી સાપ્તાહિક પણ સંભાળ્યું અને તેની નકલો વધારવા માટે મહેનત કરી એ લક્ષ્યાંક હાંસલ કરી દેખાડયો. મારી ગુજરાત સમાચાર સાથેની એ સફર ૧૯૮૮ સુધી ચાલી હતી.
- યશવંત મહેતા