નરસૈયા અને નાગરોની નગરીમાં કાલે હાટકેશ જયંતી ઉજવાશે
નમામી નાટકેશ્વરમ, ભજામી હાટકેશ્વરમ : આજે ભજન સંધ્યા, કાલે શોભાયાત્રા, લઘુરૂદ્ર, સન્માન સમારોહ, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન
જૂનાગઢ,: જૂનાગઢમાં નાગર જ્ઞાાતિના ઇષ્ટદેવ તરીકે પૂજાતા હાટકેશ્વર મહાદેવની તા.પના જયંતિ ઉજવાશે. જેમાં મહાપ્રસાદ, મંદિરે માર્ગો પર રવેડી, દાતાઓનું સન્માન અને પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે. જયારે આવતીકાલે સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.પ એપ્રિલના બુધવાર ચૈત્ર સુદ-૧૪ના ભગવાન હાટકેશ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે તા.4ના સાંજે 7 વાગ્યે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે. જયારે તા.પના સવારે હાટકેશ્વર મહાદેવ મંદિરેથી શહેરના માર્ગો પર ભવ્ય રવેડી દ્વારા જય હાટકેશનો નાદ ગુંજી ઉઠશે. સવારે ૯ઃ૩૦ વાગ્યે લઘુરૂદ્ર યજ્ઞા, સાંજે પ વાગ્યે શિવસ્તવન, 7 વાગ્યે દાતાઓનું સન્માન તેમજ 7.30 વાગ્યે મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે.
નાગર જ્ઞાાતિના લોકો જ્યાં રહે છે તે વિસ્તારોમાં હાટકેશ્વર દાદાનું મંદિર જોવા મળે છે. જૂનાગઢમાં પણ ગંધ્રપવાડા વિસ્તારમાં ૨૦૦ વર્ષથી પણ જૂનું પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. પ્રાચીન મંદિરની નીચે જુનું પુરાણું શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે આવેલું છે. નાગર જ્ઞાાતિ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે.
જૂનાગઢનાં હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂપાંનાં બારણાં
જૂનાગઢમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરના રૂપાંનાં બારણાં રારા અનંતજી અમરચંદના પત્ની હરકુંવરબેને સંવત ૧૯૨૬ના ચૈત્ર સુદ અગિયારસના રોજ કરાવ્યા હતા. આ ઉપરાંત મંદિરના પ્રદિક્ષણા પથમાં ગણેશ મહિસાસુર મર્દીની અને રાહુ તથા પનોતીની મૂતઓ લગાડેલી જોવા મળે છે. આ ઉપરાંત મંદિરના ઘુમ્મટમાં ચારે બાજુ શુક્રનાશક સિંહ પણ મૂકવામાં આવ્યા છે.
હાટક એટલે સુવર્ણ પરથી પડયું હાટકેશ્વર નામ
હાટક એટલે કે સુવર્ણથી બનેલું લિંગ. ચિત્ર શર્મા નામના બ્રાહ્મણે મહાદેવની ખુબ આરાધના કરી હતી ત્યારે હાટકેશ્વર તેનાથી પ્રસન્ન થયા હતા. ત્યારે જે પાતાળમાં હાટકેશ્વર હતા તેમણે પૃથ્વી ઉપર આવવા કહેતા મહાદેવે મારૂ લિંગ તો અતુલ સ્વરૂપે છે તેથી તેને બદલે તમે સુવર્ણ લિંગ બનાવી પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરવું તેમ જણાવતા હાટકમાંથી જે લિંગ બન્યું તેને હાટકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.