IPS હસમુખ પટેલનું ટ્વીટ, જુનિયર ક્લાર્કના ઉમેદવારો હજુ મુસાફરી ભાડુ લેવા નથી આવ્યા, 24મે પહેલા લઈ લો
2 દિવસ જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ટ્રાવેલ એલાઉન્સ મળી શકશે
24 મે બાદ કોઈ ઉમેદવારને એલાઉન્સ આપવામાં આવશે નહિ
જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષાઓ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. જો કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બોર્ડે ટ્રાવેલ એલાઉન્સ આપવાની જાહેરાત કરી હતી અને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને રકમ ચુકવણી પણ થઈ ગઈ છે, પરંતુ કેટલી ક્ષતિના કારણે કેટલાક પરીક્ષાર્થીઓને ચુકવણી થઈ શકી ન હતી જે મામલે એકાઉન્ટ નંબર ક્ષતિ સુધારણા માટે ભરતી બોર્ડે તારીખ 24 મે સુધી સમયમર્યાદા નક્કી કરી છે.
24 મે સુધી ટ્રાવેલ એલાઉન્સ મેળવી શકશે
જેને લઈ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 2 દિવસ જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ટ્રાવેલ એલાઉન્સ મળી શકશે. 24 મે બાદ કોઈ ઉમેદવારને એલાઉન્સ આપવામાં નહી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉમેદવાર માટે 254 રૂપિયા મેળવાની આ છેલ્લી તક છે.