Get The App

'કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે...', રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
'કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે...', રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર 1 - image
Image : IANS

Lok Sabha Elections 2024: લોકસભા 2024ના પ્રથમ તબક્કા (Phase-1)નું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કા (Phase-2)નું મતદાન 26 એપ્રિલ (શુક્રવારે) થયું હતું. રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાન માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે અને પક્ષના સ્ટાર પ્રચારકો રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. તેમજ જ્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદનને લઈને નારાજ છે ત્યારે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે. રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રી (Minister of State for Home)એ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.

રાહુલ ગાંધીનું રાજા- મહારાજા પર નિવેદન

ગુજરાતની સાથે કેટલાક અન્ય રાજ્યોમાં પણ ત્રીજા તબક્કા (Phase-3)માં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ (Congress)ના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. તેવામાં શનિવારે રાહુલ ગાંધીએ કર્ણાટક (Karnataka)માં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.' 

રાહુલના નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ (BJP)એ આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ સોશિયલ મીડિયા એક્સ (X) પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે 'કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.' 

ક્ષત્રિય સમાજ રૂપાલા સામે નારાજ

નોંધનીય છે અગાઉ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ (kshatriya community) વિશે ટિપ્પણી કરી હતી. જેને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે અને ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. જો કે પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ સામે ત્રણ વાર માફી માગી છે.

'કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે...', રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર 2 - image


Google NewsGoogle News