હરણી બોટ દુર્ઘટના: બે અધિકારીઓ સામે કરો કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
harni boat accident


હાઈકોર્ટનો આદેશ 

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટના 15 પાનાનાં હુકમમાં વડોદરાના તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ, પૂર્વ કમિશનર એચ.એસ પટેલને જવાબદાર  ઠેરવ્યા છે. આટલું જ નહઇ બંને સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. 

કમિશનરે કોને પૂછીને પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી? 

નોંધનીય છે કે બોટ દુર્ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. જેમાં તપાસ બાદ એક બાદ એક ઘટસ્ફોટ થયા હતા. લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી નહોતી છતાં કમિશ્નરે મંજૂરી આપી દીધી હતી. આ કેસમાં હવે 12મી જુલાઇએ આગામી સુનાવણી કરવામાં આવશે. 

12 બાળકોએ ગુમાવ્યા હતા જીવ 

આ વર્ષની શરૂઆતમાં જ 18મી જાન્યુઆરીના રોજ વડોદરામાં મોટી દુર્ઘટના થઈ હતી.  હોડી પલટવાના કારણે ન્યૂ સનસાઇઝ સ્કૂલના 12 બાળકો તથા 2 શિક્ષિકાઓએ તેમાં જીવ ગુમાવ્યા હતા. 


Google NewsGoogle News