Get The App

વડોદરા, કોટંબી સ્ટડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચની પહેલી સદી હરલીનેે નોંધાવી

બીજી વન- ડેમાં બે સદી અને ત્રણ અર્ધ સદી થઇ, રનોનો વરસાદ થયો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
વડોદરા, કોટંબી સ્ટડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચની પહેલી સદી હરલીનેે નોંધાવી 1 - image


ભારતીય ટીમની રાઇટ હેન્ડ બેટર હરલીન દેઓલે 103 બોલમાં 115 રન અને વેસ્ટ ઇન્ડિઝ ટીમની કેપ્ટન હેલી મેથ્યુસે 109 બોલમાં 106 રન બનાવ્યા

વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશનની યજમાનીમાં કોટંબી સ્ટેડિયમ ખાતે આયોજીત સૌ પ્રથમ વીમેન ઇન્ટરનેશનલ ક્રિકેટની ૩ વન-ડેની સિરિઝમાં આજે બીજા મેચમાં પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમનો પરાજય થયો હતો. એક સદી અને ૩ અર્ધ સદીના સથવારે ભારતીય વીમેન ટીમે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ખડકેલા ૩૫૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડિઝ વીમેન ટીમ ઝઝૂમી હતી પરંતુ ૧૧૫ રને પરાજય થયો હતો. કોટંબી સ્ટેડિયમના મેદાન ઉપર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌપ્રથમ સદી ભારતીય ટીમીન રાઇડ હેન્ડ બેટર હરલીન દેઓલે નોંધાવી છે. હરલીને ૧૦૩ બોલમાં ૧૬ બાઉન્ડ્રી સાથે ૧૧૫ રન ફટકાર્યા હતા. તો ઓપનર સ્મૃતિ મંધાનાએ ૫૩, પ્રતિકા રાવલે ૭૬, જેમીમા રોડ્રિગ્ઝે  ૫૨ રન કર્યા હતા.

વડોદરા, કોટંબી સ્ટડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચની પહેલી સદી હરલીનેે નોંધાવી 2 - image

સિરિઝનો ત્રીજો અને છેલ્લો મેચ તા.17  ડિસેમ્બર, શુક્રવારે સવારે 9.30 વાગ્યાથી શરૃ થશે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમે જીત માટે ૩૫૯ રન બનાવવાનો લક્ષ્યાંક હતો. રવિવારે પ્રથમ મેચમાં કારમી હાર થઇ હતી એટલે આજે ટીમ વીકેટ બચાવાની સાથે રન બનાવવાની પુરી તૈયારી સાથે ઉતરી હતી. તેમ છતાં ભારતીય બોલરો સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટકી શકી ન હતી. આ સિરિઝથી જ ઇન્ટરનેશનલ ડેબ્યુ કરનાર પ્રતિકા રાવલે આજે ૭૬ રન બનાવાની સાથે બે વિકેટ પણ ઝડપી હતી. જેમાં કેપ્ટન હેલી મેથ્યુઝનો સમાવેશ થાય છે. હેલીએ આજે કેપ્ટન ઇનિંગ રમી હતી અને ૧૦૯ બોલમાં ૧૩ બાઉન્ડ્રી સાથે ૧૦૩ ફટકાર્યા હતા.આમ આજે કોટંબી સ્ટેડિયમ માટે મહત્વનો દિવસ રહ્યો હતો. આજે એક જ દિવસમાં બે સદી અને ત્રણ અર્ધ સદી આ મેદાન ઉપર નોંધાઇ હતી. પ્રથમ મેચ રવિવારે હતો એટલે રજાના કારણે પ્રેક્ષકો મોટી સંખ્યામા ઉમટયા હતા. આજે મંગળવાર ચાલુ દિવસ હોવા છતાં રવિવાર કરતા પ્રેક્ષકોની સંખ્યા વધુ જોવા મળી હતી જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો માહોલ જામ્યો હતો.ભારતની ટીમે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૫૮ રન બનાવ્યા હતા જેની સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૪૬.૨ ઓવરમાં ૨૪૩ રને ઓલ આઉટ થઇ ગઇ હતી. હવે સિરિઝનો ત્રીજો અને છેલ્લો મેચ શુક્રવારે યોજાશે.
વડોદરા, કોટંબી સ્ટડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચની પહેલી સદી હરલીનેે નોંધાવી 3 - image

મેરી ક્રિસમસ : કેમેરામેન અને સ્પાયડર કેમને પણ સાંતા કેપ પહેરાવવામાં આવી

વેસ્ટ ઇન્ડિઝન વીમેન ક્રિકેટની ટીમ બુધવારે વડોદરામા જ ક્રિસમસની ઉજવણી કરશે. જો કે આજે કોટંબી ગ્રાઉન્ડ ઉપર લાઇવ પ્રસારણની ટીમના તમામ કેમેરામેન સાંતાક્લોઝ કેપ પહેરીને આવ્યા હતા એટલુ જ નહી 'સ્પાયડર કેમ' (સ્પાયડર કેમેરા)ને પણ સાંતા કેપ પહેરાવવામાં આવી હતી. આ દ્રશ્ય જોઇને વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ખુશ થઇ ગઇ હતી અને લોકોને મેરી ક્રિસમસ કરીને શુભેચ્છાઓ આપી હતી.

વડોદરા, કોટંબી સ્ટડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચની પહેલી સદી હરલીનેે નોંધાવી 4 - image

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વીમેન ક્રિકેટ સિરિઝની હાઇ લાઇટ

પ્રેક્ષકો માટે ફુલ એન્ટરટેઇન્ટમેન્ટ ક્રિકેટ : બે મેચમાં કોટંબી સ્ટેડિયમમાં ૧,૦૧૮ રન ખડકાયા

ભારતીય વીમેન ટીમનો સળંગ બીજી મેચમાં વિજય, ૩જી મેચ હવે ઔપચારીક બની રહેશે

રવિવારે પ્રથમ મેચમાં કારમી હાર બાદ મંગળવારે વેસ્ટ ઇન્ડિઝની ટીમે જોર લગાવ્યુ છતાં ૧૧૫ રને હાર થઇ

ઓપનર સ્મૃતિ મંધાનાએ ૪૭ બોલમાં ૭ બાઉન્ડ્રી અને ૨ સિક્સ સાથે ૫૩ રન કર્યા

પ્રતિકા રાવલે આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ અર્ધ સદી સાથે ૮૬ બોલમાં ૧૦ બાઉન્ડ્રી અને એક સિક્સ સાથે ૭૬ રન ફટકાર્યા

જેમીમા રોડ્રિગ્ઝે ૩૬ બોલમાં ૬ બાઉન્ડ્રી અને એક સિક્સ સાથે સ્ફોટક ૫૨ રન કર્યા

કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરિઝમાં લોંગેસ્ટ ઓવરનો પણ રેકોર્ડ નોંધાયો ઃ રાઇટ આર્મ ફાસ્ટ બોલર શેમિલિયા કોન્નેલે ૫ વાઇડ સાથે ૧૧  બોલની સૌથી લાંબી ઓવર ફેંકી.


Google NewsGoogle News