ગુજકેટની પરીક્ષાના ઉમેદવારો માટે ખાસ: આ રીતે ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ
Gujcet Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) આગામી 31મી માર્ચ યોજાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)2024ની પરીક્ષા માટે હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી છે. ગુજકેટ-2024ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાની હોલ ટિકિટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
હોલ ટિકિટ આ રીતે ડાઉનલોડ કરો
•ગુજરાત સ્ટેટ એેજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://www.gseb.org/ પર ક્લિક કરો.
•GSEBની ઓફિશિયલ વેબસાઈટના હોમ પેજ પર GUJCET Hall Ticket 2024 લખેલું હશે. જેના પર ક્લિક કરો.
•તેના પર ક્લિક કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું પેજ ખુલશે. જેમાં તમારી લોગ ઈન ડિટેઇલ ભરો.
•ગુજકેટ 2024 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.
•જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.
•કેપ્ચા કોડ દાખલ કરો.
•પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે "Search Hall Ticket" બટન પર ક્લિક કરો.
•આટલું કર્યા બાદ તમારું એડમિટ કાર્ડ અથવા હોલ ટિકિટ તમને સ્ક્રીન પર જોવા મળશે.
•હોલ ટિકિટને ચેક કરીને ડાઉનલોડ કરી લો. તેમજ તેની એક હાર્ડ કોપી પર કાઢી રાખો જેથી જરૂર પડ્યે બતાવી શકાય.
પરીક્ષાર્થી માટે ખાસ નોંધ
ગુજકેટ-2024 પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે કોઇ પણ એક ફોટો આઇ.ડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-12ની પરીક્ષાની હોલ ટિકિટ) સાથે લઇ જવાનું રહેશે.