ઝાંકમાં પણ ગુણવંત મહેતાની ટોળકીએ આ મહિનામાં ૨૦૦ પેટી દારૃનું કટિંગ કર્યું
સ્ટેટ મોનિટરિંગ સેલે કડજોદરામાંથી કટિંગ કરતાં ઝડપી લીધા છે
ત્યારે
હાલ ગાંધીનગર એલસીબી દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ઃ સ્થાનિક પોલીસની સંડોવણી અંગે પણ તપાસ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં સબ
સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં વિમલ અમરતલાલ ઉર્ફે પોપટલાલ વ્યાસ રહે. હિંમતનગર તથા
હુસેન ઉર્ફે બાટલા ઇસ્માઇલ ધોળકાવાળા રહે. અમદાવાદ અને ગુણવંતરાય લાભશંકર મહેતા
રહે. મકાન નં. ૨૯, લબ્ધી
સોસા. નહેરૃચોક, દહેગામ
મળતીયાઓ મારફતે ટ્રકમાં વિદેશીદારૃનો જથ્થો મંગાવીને કટીંગ કરાવી રહ્યા હોવાની
બાતમીના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી વિદેશી દારૃની ૭,૭૬૯ બોટલ તેમજ છ
વાહનો, સાત
મોબાઇલ સહિત કુલ ૯૮.૯૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે કેસની
તપાસ હવે ગાંધીનગર એલસીબીને સોંપવામાં આવી છે. જેના આધારે પોલીસે ઝડપાયેલા ગુણવંત
મહેતા સહિત અન્ય આરોપીઓના રિમાન્ડ પણ મેળવી લીધા છે. ત્યારે આ ગુણવંત મહેતા અને
તેની ટોળકીએ અગાઉ ઝાંકમાં ૨૦૦ પેટી વિદેશી દારૃની કટીંગ કર્યું હોવાનું પણ બહાર
આવી રહ્યું છે. એટલું જ નહીં અગાઉ પણ કડજોદરામાં તેમણે વિદેશી દારૃનું કટીંગ
કર્યું હતું. તો મુખ્ય સૂત્રધાર એવા ગુણવંતરાય મહેતાની એક વર્ષની કોલ ડીટેલ પણ
મંગાવવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસની સંડોવણી છે કે નહીં તે સંદર્ભે પણ તપાસ
કરવામાં આવી રહી છે.