Get The App

ગુજસીટોકના ગુનાના આરોપી આસીફ ટામેટાની વચગાળાના જામીનની માંગ રદ

ત્રણ વર્ષથી જેલમાં, કુટુંબની આર્થિક પરિસ્થિતિ કથળતાં નાણાંકીય વ્યવસ્થા માટે 30 દિવસના જામીન માંગ્યા હતા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News


ગુજસીટોકના ગુનાના આરોપી આસીફ ટામેટાની વચગાળાના જામીનની માંગ  રદ 1 - image

સુરત

ત્રણ વર્ષથી જેલમાં, કુટુંબની આર્થિક પરિસ્થિતિ કથળતાં નાણાંકીય વ્યવસ્થા માટે 30 દિવસના જામીન માંગ્યા હતા

      

ગુજસીટોકના ભંગ બદલ સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા ગેંગલીડર આરોપી આસીફ ટામેટાએ પરિવારની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હોઈ નાણાંકીય વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીનની માંગને ઈન્ચાર્જ સત્ર ન્યાયાધીશ ભરતકુમાર પી. પુજારાએ નકારી કાઢી છે.

સુરત ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં ગેંગ લીડર આરોપી મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદ(રે.ઉમરવાડા ટેનામેન્ટ,સલાબતપુરા) સહિત તેની ટોળકીના કુલ 17 જેટલા આરોપી સાગરિતોની ડીસેમ્બર-2020ના દરમિયાન ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં છેલ્લાં ત્રણેક વર્ષોથી જેલવાસ ભોગવતા આરોપી આસીફ ટામેટાએ પોતાના જેલવાસના કારણે પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોઈ બાળકોના અભ્યાસ તથા ગુજરાન ચલાવવા માટે નાણાંકીય વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીને અગાઉ ગુજરાત હાઈકોર્ટે શરતી વચગાળાના જામીન મંજુર કર્યા હતા.જેની અવધિ પુરી થતાં સમયસર જેલમાં હાજર થઈ ગયા હતા.આરોપી લાંબા સમયથી જેલમાં હોઈ કુટુબંની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોઈ ઘરના રોજીંદા ખર્ચ તથા બે  બાળકોના અભ્યાસ માટે નાણાંની વ્યવસ્થા કરવાની છે.આરોપીના માતા પિતા તથા ભાઈઓ અલગ રહીને પોતાના કામધંધા કરે છે.જેના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ગુજસીટોકના ખાસ નિયુક્ત સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.જે મુજબ આરોપી આસીફ ટામેટા ગેંગનો લીડર છે.હાઈકોર્ટમાંથી અગાઉ વચગાળાના જામીન મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરીને અન્ય ગુનો આચર્યો છે.આરોપીને વચગાળાના જામીન આપવાથી ફરાર થઈ જાય અથવા ગુનાઈત પ્રવૃત્તિ આચરે તેવી સંભાવના છે.આરોપીના પરિવારના અન્ય સભ્યો આર્થિક મદદ કરી શકે તેમ છે.આરોપીએ પરિવારની આર્થિક મદદ કરવા માટેનો સ્ત્રોત કઈ રીતે તેમના પરિવારને આર્થિક મદદ કરશે તેનો કોઈ ખુલાશો કર્યો ન હોઈ વચગાળાના જામીન નામંજુર કરવા માંગ કરી હતી.


suratcourt

Google NewsGoogle News