‘ભુલતા નહીં’ બેનરે ગુજરાતમાં મચાવી ધૂમ, લોકોમાં ઉત્સુકતા વધી, જાણો સમગ્ર ઘટના

રાજ્યની જિલ્લા કલેક્ટરની ઓફિસથી લઈને સરકારી ઓફિસોના મુખ્ય ગેટ પર બેનરો

મતદાન માટે મતદારોમાં ઉત્સુકતા વધારવા તમામ સરકારી ઓફિસો પર બેનરો લગાવાયા

Updated: Nov 16th, 2022


Google NewsGoogle News
‘ભુલતા નહીં’ બેનરે ગુજરાતમાં મચાવી ધૂમ, લોકોમાં ઉત્સુકતા વધી, જાણો સમગ્ર ઘટના 1 - image

અમદાવાદ,તા.16 નવેમ્બર-2022, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી નવી ઘટના સામે આવી રહી છે, ત્યારે હવે રાજ્યમાં ઘણા સ્થળોએ ‘ભુલતા નહીં’ બનેરો જોવા મળતા લોકોમાં ઉત્સુકતા વધી છે. મતદાન માટે લોકોમાં ઉત્સુકતા વધારવા માટે રાજ્યની તમામ સરકારી ઓફિસો પર બેનરો લગાવાયા છે. આ બેનરો જિલ્લા કલેક્ટરની ઓફિસથી લઈને સરકારી ઓફિસો અને કચેરીઓના મુખ્ય ગેટ પર જોવા મળી રહ્યા છે. મતદાન કરવા માટે લોકોમાં ઉત્સુકતા અને જાગૃતિ વધે તે માટે ચૂંટણી પંચે અનોખો પ્રયોગ કર્યો છે.

ચૂંટણી પંચનો અનોખો પ્રયોગ

સરકારી ઓફિસના મેન ગેટ પર લગાવાયેલા બેનરો અને પોસ્ટરમાં ‘ભુલતા નહીં’ ગુજરાતી ભાષામાં લખાયું છે. આ બેનરને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદારો મતદાનમાં જોડાય તે માટે ચૂંટણી પંચ હંમેશા નવા અને અનોખા પ્રયોગો કરતું રહ્યું છે.

‘ભુલતા નહીં’ બેનરે ગુજરાતમાં મચાવી ધૂમ, લોકોમાં ઉત્સુકતા વધી, જાણો સમગ્ર ઘટના 2 - image

રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે

ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણી અંગે ત્રીજી નવેમ્બરે જાહેરાત કરી હતી. બે તબક્કામાં તમામ 182 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. રાજ્યમાં 4.91 કરોડ મતદારો છે, જેમાંથી આ વખતે 4.61 લાખ નવા મતદારો ઉમેરાયા છે. આ કુલ મતદારોમાંથી 80 વર્ષથી વધુ વયના 9.87 લાખ મતદારો છે.


Google NewsGoogle News