Get The App

GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ 23 માર્ચે યોજશે પરીક્ષા

Updated: Feb 24th, 2025

GS TEAM


Google News
Google News
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ 23 માર્ચે યોજશે પરીક્ષા 1 - image


GUJCET-2025 Exam Date: GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની આપી શકશે છે.

જેમાં ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

GUJCET માટે પરીક્ષા માળખું :-

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલા પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ 23 માર્ચે યોજશે પરીક્ષા 2 - image

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.

પરીક્ષાનું માધ્યમ :-

પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

Tags :