GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, આવી રીતે ઓનલાઈન ભરી શકાશે ફોર્મ
GUJCET 2025 Exam: GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 17 ડિસેમ્બરથી ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.
સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ
વિદ્યાર્થીઓ 17 ડિસેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન આવેદન પત્ર ભરી શકશે. 31 ડિસેમ્બર સુધી આ વેબસાઇટ કાર્યરત રહેશે. ઉમેદવારો 31 ડિસેમ્બર બાદ ફોર્મ ભરી શકશે નહીં.
આ પણ વાંચોઃ ચેખલાના મદરેસાના મૌલાના આદિલ વેપારીનું જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન? NIAએ કરી ધરપકડ
પરીક્ષા ફી
ગુજકેટની પરીક્ષા ફી 350 રૂપિયા રાખવામાં આવી છે. જે SBIePay System મારફતે ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) અથવા SBIPay ના 'SBI Branch Payment' ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માંથી ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે.
કેવી રીતે લેવાશે પરીક્ષા?
ગુજકેટની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ભાષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે. પ્રશ્નપત્ર કુલ 120 માર્કસનું હશે, જેમાંથી 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના, 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે. સાચા જવાબો માટે એક માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર રીપેરીંગની કામગીરીને પગલે પાંચ ટ્રેન પ્રભાવિત
ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટનો અભ્યાસક્રમ NCERT ધોરણ 12 ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પર આધારિત છે, જે વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લેવા માગે છે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન પરીક્ષા આપવા માંગે છે અને જે વિદ્યાર્થીઓ B.Tech માં પ્રવેશ લેવા માગે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની પરીક્ષા આપવી પડશે.