Get The App

GUJCETના ફોર્મ ભરવાની આજથી થઈ શરૂઆત, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
GUJCETના ફોર્મ ભરવાની આજથી થઈ શરૂઆત, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 1 - image


GUJCET 2024 Registration : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 31 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET)ની પરીક્ષા યોજાશે. ત્યારે સોમવારે જાહેરાત કરાઈ છે કે,  GujCET માટે આજથી (2 જાન્યુઆરી)  16 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. મહત્વનું છે કે, આ અગાઉ બોર્ડે 2 એપ્રિલના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ તારીખો CBSE બોર્ડની પરીક્ષાઓ સાથે ક્લેશ થવાના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 31 માર્ચના રોજ GujCETને ફરીથી શેડ્યૂલ કરી હતી.

અહીં ભરી શકશો ફોર્મ : ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી : GUJCET 2024 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.

આવી રીતે કરો અરજી : GUJCETની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.orgની મુલાકાત લો. ત્યારબાદ હોમ પેજ પર ઉપલબ્ધ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે અહીં માંગેલી જરૂરી વિગતો ભરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો. બાદમાં સબમિટ પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરી લો. છેલ્લે આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

GUJCETના ફોર્મ ભરવાની આજથી થઈ શરૂઆત, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2 - image


Google NewsGoogle News