ગુજરાતના 'મણિયારા રાસે' દિલ્લીમાં માર્યુ મેદાન, વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારોની સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ક્રમ
Gujarat's 'Maniyara Raas' In Delhi : દિલ્હી ખાતે દર વર્ષે ગણતંત્ર દિવસે પરેડ સહિતની રાષ્ટ્રીયકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં 76મા ગણતંત્ર દિવસે પરેડ સહિત વિવિધ રાજ્યો અલગ-અલગ થીમ આધારિત ટેબ્લોની પ્રસ્તૃતિ કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે 21 જાન્યુઆરીએ દિલ્હી ખાતે ટેબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા યોજાવામાં આવી હતી. જેમાં ગુજરાતના ટેબ્લોની સાંસ્કૃતિક પ્રસ્તુતિને ત્રીજો નંબર મળ્યો.
દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીના દિવસે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરાય છે. જેમાં પરેડ સહિત દરેક રાજ્યોની સંસ્કૃતિથી દેશભરના લોકો સમક્ષ રજૂ કરાય છે. તેવામાં હવે રિપબ્લિક ડે પરેડ, સહિતના કાર્યક્રમોની ભવ્ય ઉજવણીના હવે ગણતરીના દિવસો બાકી ત્યારે દિલ્હીના કેન્ટોન્મેન્ટના ઝંકાર હોલ ખાતે વિવિધ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિરની સાંસ્કૃતિક સ્પર્ધા યોજાય હતી. જેમાં ગોવાને પ્રથમ, ઉતરાખંડને બીજો અને ગુજરાતને ત્રીજા નંબરે વિજેતા બન્યું હતું.
તમને જણાવી દઈએ કે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલા સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્ય દ્વારા પ્રસ્તુત કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પારંપારિક નૃત્યોમાં ગુજરાતના મણિયારા રાસ નૃત્યને ત્રીજું સ્થાન મળ્યું.