Get The App

વૈભવ ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે એકસાથે 11 લોકો,આજે મધ્યરાત્રીએ નિકળશે વિશાળ શોભાયાત્રા

Updated: May 19th, 2022


Google NewsGoogle News
વૈભવ ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે એકસાથે 11 લોકો,આજે મધ્યરાત્રીએ નિકળશે વિશાળ શોભાયાત્રા 1 - image


અમદાવાદ: 19 મે 2022,ગુરુવાર 

જૈન સમાજમાં વૈભવી જીવન ત્યાગીના સંયમી જીવન જીવવાનું સામાન્ય બની ગયુ છે. નાના બાળકો પણ સંયમનો માર્ગ અપનાવવામા પાછા નથી પડતા. જૈન લોકો સાંસારિક જીવનને ત્યાગ કરીને આધ્યાત્મના માર્ગે જીવન પસાર કરવા માટે નિર્ણય લેતા હોય છે. અમદાવાદ,સુરત અને બરોડાના મળીને કુલ 11 લોકો દીક્ષા ગ્રહણ કરવાના છે. 

બેંગ્લોરમાં સૌ પ્રથમ વાર 11 -લોકોની યોજાશે સામૂહિક દીક્ષા

વૈભવ ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે એકસાથે 11 લોકો,આજે મધ્યરાત્રીએ નિકળશે વિશાળ શોભાયાત્રા 2 - image

બેંગ્લોરમાં સૌ પ્રથમ વાર 11  લોકોની સામૂહિક દીક્ષા યોજાવવા જઇ રહી છે. પૂ.બાપજી મહારાજના સમુદાયના જૈનાચાર્ય શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સાહેબની નીશ્રામાં ૨૫મી મેના રોજ આ સામૂહિક દીક્ષા યોજાશે. જેમાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, અમદાવાદના સનિષ્ઠ કાર્યકર સંજયભાઈ દોશીની દીકરી આશ્વી અન્ય દીક્ષાર્થી કીર્તેશ, સંયમ-ધૈર્ય (બંને સગા ભાઈ) એમ અમદાવાદથી ચાર દીક્ષાર્થી સંયમ ગ્રહણ કરશે. આ સિવાય બરોડાના અલ્પેશભાઈ, હેતલબેન, દેશનાબેનનો સમસ્ત પરિવાર અને સુરતના વિરતિબેન, તત્વભાઈ, ક્રીશ-તત્વ બંને સગા ભાઈ એમ ચાર દીક્ષાર્થી કુલ મળીને ૧૧ મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરવાના છે.  

વૈભવ ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે એકસાથે 11 લોકો,આજે મધ્યરાત્રીએ નિકળશે વિશાળ શોભાયાત્રા 3 - image

શાહી શોભાયાત્રા નિકળશે

આ દિક્ષા સમારોહમાં અમદાવાદના 4 અને બરોડાના 3 એમ કુલ 7 મુમુક્ષુઓની ઠાઠ માઠથી 54 CAR ની શાહી સવારી 20 મે રાત્રે 1.30 AM વાગે  યોજાવવાની છે. આ શાહી સવારી નેહરૂનગર, ધરણીધર બ્રીજ, ચંદ્રનગર બ્રીજ, રીવર ફ્રન્ટ થી કેમ્પ થઈને એરપોર્ટથી બેંગલોર માટે શાહી વિદાય આપવામાં આવશે.


Google NewsGoogle News