Get The App

ગુજરાતી લઘુલિપિની શરૂઆત સુરતના નૌશીરવાન કરંજીયા એ કરી હતી

Updated: Sep 23rd, 2021


Google NewsGoogle News
ગુજરાતી લઘુલિપિની શરૂઆત સુરતના નૌશીરવાન કરંજીયા એ કરી હતી 1 - image

- 20 જુન,1961 ના રોજ ગુજરાતી શોર્ટહેન્ડના મૂળાક્ષરો લખવાની શરૂઆત કરી હતી , પુસ્તક તૈયાર થતા સરકારે લઘુલિપિને માન્યતા આપી હતી 

(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર 

23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે અને તેનો અર્થ તેની ઉપયોગીતાના આધારે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ છે. જો કે ગુજરાતી શોર્ટહેન્ડ (લઘુલિપિ) ની શોધ સુરતના નૌશીરવાન કરંજીયા એ કરી હતી. 

વર્ણાક્ષરોને રેખા ચિહ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલી લિપિને શોર્ટહેન્ડ એટલેકે લઘુલિપિ કહેવામાં આવે છે અને ગુજરાતી શોર્ટહેન્ડના રચયિતા સુરતના નૌશીરવાન કરંજીયા છે. તેમણે આ લઘુલિપિની શોધ કરી હતી. ભૂતકાળમાં જ્યારે નેતાઓ ભાષણ આપતા અને પત્રકારો શબ્દસહ લખાણ લખતા ત્યારે આ લિપિનો ઉપયોગ કરતા હતા. આ અંગે ઈતિહાસકાર સંજય ચોકસી એ કહ્યું કે, નૌશીરવાન કરંજીઆ એ મુંબઈ જવા પિતાએ આપેલા 100 રૂપિયામાંથી 75 રૂપિયા બચાવીને તેમાંથી સેકન્ડ હેન્ડ ટાઈપનું મશીન ખરીદી ખંભાતમાં પિતાનાં ઘરમાં જ ટાઈપ રાઈટીંગ અને શોર્ટહેન્ડ શીખવવા માટે “ધી ઈન્ટીટ્યુટ ઑફ કોમર્સ કેમ્બે'ની શરૂઆત કરી હતી. 

સુરતમાં આવ્યા પછી ગુજરાતી શોર્ટહેન્ડના સર્જન માટે ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમોનો તેમજ ગુજરાતી શોર્ટહેન્ડ માટે ગુજરાત વિદ્યાપીઠના ‘સાથી જોડણીકોશ'નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી 20 જૂન 1961 ના શુભદિવસે તેમણે ગુજરાતી શોર્ટહેન્ડના મૂળાક્ષરો લખવાની શરૂઆત કરી હતી. સમગ્ર કરંજીયા પરિવારના સહયોગથી સંપુર્ણ લિપિ તૈયાર થઈ અને તેમના પુત્ર રોહિનભાઈએ બ્લોક માટેની ડિઝાઈન તૈયાર કરી હતી. પુસ્તક તૈયાર થતાં સરકારે ગુજરાતી લઘુલિપિને માન્યતા પણ આપી હતી. પોતે રચના કરેલી લિપિને તેમણે પ્રભુની મહેરબાનીથી કાર્ય પાર પડ્યું હોવાથી “મહેર લઘુલિપિ' નામ આપ્યું હતું.

ગુજરાતી લઘુલિપિની શરૂઆત સુરતના નૌશીરવાન કરંજીયા એ કરી હતી 2 - image

મોડી રાત સુધી કેરોસીનના દિવડાના અજવાળે ભોજનાલયના ટેબલ પર બેસી અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા 

નૌશીરવાન બાપુજી કરંજીયાનો જન્મ વર્ષ 1912ના રોજ વલસાડમાં થયો હતો અને તેમના પિતા ખંભાતની અગિયારીના વડા ધર્મગુરૂ હતાં. ખંભાતમાં ધોરણ 4 પછીનું શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી ઊચ્ચ શિક્ષણ માટે નૌશીર સુરત આવીને ઈ.સ. 1921માં ઓર્ફનેજમાં દાખલ થયાં. તેમણે તેમના ગુરૂ સાવકશા બહેરામજી અમરોલીયા પાસેથી શોર્ટહેન્ડની શ્રેષ્ઠ તાલિમ મેળવી અને મોડી રાત સુધી કેરોસીનના દિવાના અજવાળામાં ભોજનાલયના ટેબલ પર બેસી અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા હતા. 

ગુજરાતી લઘુલિપિની શરૂઆત સુરતના નૌશીરવાન કરંજીયા એ કરી હતી 3 - image

ઈ.સ. 1931માં અંગ્રેજી શોર્ટહેન્ડ પર પ્રભુત્વ મેળવ્યું, લંડનની ઈન્ટીટ્યુટે તામ્રચંદ્રકો આપ્યા 

ઈ.સ. 1931માં તેમણે અંગ્રેજી શોર્ટહેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવીને લંડનની પીટ્સમેન ઈન્ટીટ્યુટ તરફથી શોર્ટહેન્ડના વિષય માટે તામ્રચંદ્રકો પ્રાપ્ત કર્યા હતાં. આઠ વર્ષ ઓર્ફનેજમાં રહી શોર્ટહેન્ડ, ટાઈપરાઈટીંગ અને ટિચર્સ ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરી 18 વર્ષની વયે તેઓ આજીવિકા માટે ખંભાત આવ્યા અને બાદમાં સપ્ટેમ્બર,1940માં સુરત આવ્યા હતા.



Google NewsGoogle News