Get The App

પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત, 26 દિવસ બાદ મૃતદેહ વતન આવશે

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત, 26 દિવસ બાદ મૃતદેહ વતન આવશે 1 - image


Gujarati Fisherman Death: પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. ઉનાના સોખડાના માછીમારીનું બીમારીના લીધે 23 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું, ત્યારે 26 દિવસ બાદ આજે મૃતદેહ ભારત પરત ફરશે. સોખડાના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારની અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની લાદી જેલમાં બંધ બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારને ગત 23 જાન્યુઆરીએ સવારે અચાનક શ્વાસ ઉપડતાં તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી એક મૌન પાળ્યું હતું. ત્યારે આજે બાબુભાઈ ચુડાસમાનો મૃતદેહ ભારત લવાશે. 

ઞુજરાત સરકારના ફિસરીઝ અધિકારીઓ આજે બપોરે 1 વાગે અમદાવાદ એરપોર્ટ પર મૃત્યદેહ લાવશે, ત્યારબાદ  એમ્બ્યુલન્સ મારફત અમદાવાદથી સોખડા લઇ જવાશે. જ્યાં તેમના પરિવારને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામાં આવશે. 


Tags :