Get The App

ગુજરાતી ફિલ્મ નિર્માતા મુન્ના શુકલે 9000 લોકો સાથે ઠગાઈ આચરી, પોલીસમાં ફરિયાદોનો ઢગલો થયો

મુન્ના શુકલ મહારાષ્ટ્રના ધુલિયામાં ફરિયાદ નોંધાયા બાદ પરિવાર સાથે ફરાર થઈ ગયો

Updated: Jan 21st, 2023


Google NewsGoogle News
ગુજરાતી ફિલ્મ નિર્માતા મુન્ના શુકલે 9000 લોકો સાથે ઠગાઈ આચરી, પોલીસમાં ફરિયાદોનો ઢગલો થયો 1 - image




સુરત, 21 જાન્યુઆરી 2023 શનિવાર

ગુજરાતી ફિલ્મ રાડોના નિર્માતા સામે થયેલી છેતરપિંડીની ફરિયાદ મામલે નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. નિર્માતા મુન્ના શુકલ ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9 હજાર લોકોને 50 કરોડમાં ઠગ્યાં છે. બીજી બાજુ તેની સામે સુરતમાં ફરિયાદો ઉમેરાઈ રહી છે. હાલ તેની સામે 40 ફરિયાદો ઉમેરાઈ છે. મુન્ના શુકલ મહારાષ્ટ્રના ધુલિયામાં ફરિયાદ નોંધાયા બાદ પરિવાર સાથે ફરાર થઈ ગયો છે. 

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં મુન્ના સામે ફરિયાદ નોંધાઈ
ફિલ્મ નિર્માતા મુન્નાએ શુકલ શોબિઝના નામે રાડો. નાડીદોષ, લોચા-લાપસી જેવી હીટ ફિલ્મો આપીને તે ફિલ્મ જગતમાં મોટુ માથુ બની ગયો હતો. મુન્ના શુકલે મહારાષ્ટ્રના ધુલિયામાં 9 હજાર લોકોને ઠગ્યાં છે. તપાસમાં તેણે પચાસ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુજરાતી, પંજાબી અને મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લા અને તેના સાગરિતો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

9 હજાર લોકો સાથે છેતરપિંડી આચરી
ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના સહિત અન્ય 6 લોકોએ પોન્ઝી સ્કીમ બતાવી અનેક લોકો ઠગાઈ કરી છે. ઠગ ટોળકી દ્વારા રોકાણકારોને મહિને 4 ટકા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતા રોકાણકારોએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી હતી. વિમલ પંચાલ, મયૂર નાવડિયા અને હેપ્પી કાનાણી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રોડ્યૂસરની ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9 હજાર લોકો સાથે છેતરપિંડી આચરી છે. 

ધુલિયામાં ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો
ગત ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના ધુલીયાના દોડાઇચા પોલીસ મથકે  મુન્ના શુકુલ અને તેના સાગરિતો આકાશ પાટીલ સહિતના આરોપી વિરૂદ્ધ બે કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું હતું. પોલીસને ભોગ બનેલાં 9000 લોકો મળી આવ્યા હતા. બીલીમોરાનો વતની મુન્ના શુકુલ તેના પત્ની અને બે સંતાનો તથા સાળા દેવેશ તિવારી સાથે પાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતો હતો. ધુલીયામાં ગુનો થયો ત્યારથી જ તે પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.


Google NewsGoogle News