Get The App

કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

Updated: Mar 28th, 2025


Google News
Google News
કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત 1 - image


Kejriwal Speaks to Gujarati Actor Vikram Thakor News: ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિતના ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા નવો વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક સંમેલન યોજ્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા કહી હતી. જો કે, ત્યારબાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત 1000થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત 2 - image

કેજરીવાલ સાથે શું થઈ વાતચીત?

ગુજરાતી ફિલ્મજગતના કલાકાર વિક્રમ ઠાકોર રાજનીતિમાં ઝંપલાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન વિક્રમ ઠાકોરને કેજરીવાલે મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર ખુદ વિક્રમ ઠાકોરે કર્યો હતો. જોકે, વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, 'કેજરીવાલનો ફોન મારા પર આવ્યો હતો અને તેમણે મને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે રાજનીતિમાં જોડાવા માટે નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.'

વિક્રમ ઠાકોરે રાજનીતિમાં આવવા અંગે કરી સ્પષ્ટતા

વિક્રમ ઠાકોરે જણાવ્યુ હતું કે, 'હા મને આપના અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હતો. તેમણે મારા ખબર અંતર પૂછ્યા હતા. સાથે દિલ્હી જવાનું થાય તો મળવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે. મને દરેક પાર્ટીના નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરોદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી. હું કલાકાર છું, તમામ પાર્ટી મારા માટે એક સમાન છે.'

વિધાનસભામાં ન જવાનું શું હતું કારણ?

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, 'ગુજરાત સરકાર દ્વારા અમુક કલાકારોને જ આમંત્રણ અપાયું હોવાનો મુદ્દો મેં ઉઠાવ્યો હતો. મારી લડત પછી સરકારે તમામ કલાકારોને બોલાવ્યા હતા. હવે હું જાઉં તો બધાને એમ લાગે કે આમને સન્માન જોતું હતું એટલે આવું બધું કર્યું. આથી હું ન ગયો. સાથે જો આગામી દિવસોમાં મુખ્યમંત્રી કે અન્ય કોઈ નેતાને મળવાનું આમંત્રણ મળશે તો હું ચોક્કસ જઈશ.'.


શું હતો સમગ્ર મામલો?

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતાં અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત 3 - image

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'


Tags :