આ ગુજરાતી 'અપ્સરા' એ પુષ્પા 2માં અલ્લુ અર્જુનને શીખવાડ્યા છે ડાન્સ સ્ટેપ્સ, પિતા છે મોટા બિઝનેસમેન
Urvashi Chauhan Choreographer : હાલમાં દેશભરના થિયેટર અને મલ્ટીપ્લેક્સમાં અલ્લુ અર્જુનની 'ફિલ્મ પુષ્પા 2; ધ રૂલ' બોક્સ પર ધૂમ મચાવી રહી છે. સાથે સાથે ફિલ્મના ડાન્સ સ્ટેપ્સના પણ ભરપેટ વખાણ થઈ રહ્યા છે. ત્યારે બધાના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ ડાન્સ સ્ટેપ્સ કોને શીખવાડ્યા છે. તમને જણાવી દઈએ કે સાઉથના સુપર સ્ટાર ગણાતા અલ્લુ અર્જુન ગુજરાતની 'અપ્સરા' એ પુષ્પા 2માં અલ્લુ અર્જુનને ડાન્સ સ્ટેપ્સ શીખવાડ્યા છે . મૂળ ભાવનગરની વતની અને કોરિયોગ્રાફરના પ્રોફેશન સાથે જોડાયેલી આ યુવતી સોશિયલ મીડિયામાં 'ઉર્વશી અપ્સરા' તરીકે જાણીતી છે.
પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતીનું નામ ઉર્વશી ચૌહાણ છે. તે મૂળ ભાવનગરના મહુવાની વતની છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 7 વર્ષથી સંકળાયેલી હોવાથી તે હાલ મુંબઈમાં વસવાટ કરે છે. ઉર્વશીના પિતા ઓટોમોબાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને માતા સિંગર છે. તેમની છેલ્લી ત્રણ પેઢીથી મુંબઈમાં સ્થાયી થઈ ગયા છે.
ઉર્વશી ચૌહાણે પુષ્પા સીરિઝની ફિલ્મના સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ ગીતમાં આસિસટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. અલ્લુ અર્જુને તેના કામની ખૂબ પ્રશંસા કરી હતી. આ વાત જાણ્યા પછી ગુજરાતીઓ ગર્વની લાગણી અનુભવશે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ટેલેન્ટના દમ પર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ અંગે તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા બાદ તેને ઘણા નાના-મોટા કલાકારો સાથે મળવાનું થયું છે અને તે તેમની પાસેથી ઘણું બધું શીખી છે. ઉર્વશીએ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 31ST માં કામ કર્યું છે. આ ઉપરાંત કેટલીક ફિલ્મો આગામી ટૂંક સમયમાં રિલીઝ થશે.
એક ગુજરાતી દીકરી તરીકે ડાન્સના ફિલ્ડમાં આગળ વધવું ખૂબ જ પડકારજનક છે પરંતુ મને મારા પરિવાર તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગણેશ આચાર્યએ મને આ મોટી તક આપી છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. આ ગીતમાં મેઇન કોરિયોગ્રાફર તરીકે ગણેશ આચાર્ય છે અને હું આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર છું.